કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"ની વાર્ષિક પાન ઈન્ડિયા સેલ્સ મીટ યોજાઈ
આવનારા બે વર્ષમાં કંપનીનું લક્ષ્ય ૧૦૦ કરોડનો બિઝનેસ હાંસલ કરવાનુ છે. આ કાર્યક્રમમાં કંપનીએ બે નવી પ્રોડક્ટ "ફ્લેક્સો પીયુ" અને "સ્માર્જકોટ" લોંન્ચ કરી હતી.
અગ્રગણ્ય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"ની વાર્ષિક પાન ઈન્ડિયા સેલ્સ મીટ યોજાઈ. આ સેલ્સ મીટમાં મીશન "ટ્રાન્સફોર્મીગ ગ્રોથ ટુગેધર-૧૦૦ કરોડ" વિષે ચર્ચા કરવામાં આવી હતી. 'રેડવોપ'ના ડાયરેક્ટર 'ચેતન નાકરાણી'એ જણાવ્યું કે આવનારા બે વર્ષમાં કંપનીનું લક્ષ્ય ૧૦૦ કરોડનો બિઝનેસ હાંસલ કરવાનુ છે. આ કાર્યક્રમમાં કંપનીએ બે નવી પ્રોડક્ટ "ફ્લેક્સો પીયુ" અને "સ્માર્જકોટ" લોંન્ચ કરી હતી.
.કંપની પોતાની વિસ્તરણ યોજનાના ભાગ રુપે ટૂંક સમયમાં જ નાગપુર ખાતે નવો પ્લાન્ટ શરૂ કરશે, રેડવોપ'ના ડાયરેક્ટર 'મનિશ નાકરાણી'એ જણાવ્યું કે 'નાગપુર ખાતે કંપનીએ નવો પ્લાન્ટ શરૂ કરવા માટે 2 એકર લેન્ડ એક્વાયર કરી છે અને કન્સટ્રક્શન કામ શરૂ થઈ ગયું છે, આ પ્લાન્ટની દર મહિને એક હજાર ટન પ્રોડક્શન કેપેસિટી રહેશે, જ્યાં પહેલા ફેેઝમાં એડહેેેેસીવ અને ગ્રાઉટ જેવી પાવડર પ્રોડક્સ અને બીજા ફેઝમાં વોટર પ્રૂફિંગ કેમિકલ્સ, એડમિક્સર્સ અને સિલેન્ટ જેવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરવામાં આવશે, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર, કર્ણાટક, ઓડિશાના માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ત્યાંની વધતી માંગને પહોંચી વળવા આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.
ઉપરાંત હાલમાંજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2O22 માં રેડવોપ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તેમની પ્રોડક્ટસને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરાય હતી. એડમિક્સર ટાઇલ અને સ્ટોન એડહેસિવ જેવી પ્રોડક્ટસ માટે વેબસાઈટ પર સ્માર્ટ સ્ટોર ફિચરના સ્પેશિયલ સ્ક્રીનીંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી