શોધખોળ કરો

6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

સરક્યુલેશન સિસ્ટમ સક્રીય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 4થી 7 જુલાઈથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Gujarat Rain: 6 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 જુલાઈથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને ભરૂચમાં ભારે વરસાદ રહેશે. તો ગીર સોમનાથ, જૂનાગઢ પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

જો કે આગામી 3 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની ગતિમાં 4 જુલાઇથી વધારો થશે. સરક્યુલેશન સિસ્ટમ સક્રીય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 4થી 7 જુલાઈથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩ જુલાઇ, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ગત ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ૮૭ મિ.મી., ભરૂચના વાલિયા તાલુકામાં ૬૫ મિ.મી., જૂનાગઢના માંગરોળ તાલુકામાં ૫૯ મિ.મી. કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના કેશોદ, વંથલી અને વલસાડના કપરાડામાં ૪૧ મિ.મી., દાહોદ તાલુકામાં ૩૬ મિ.મી., માળિયા હાટીના તાલુકામાં ૩૫ મિ.મી., સુત્રાપાડા અને ડોલવણ તાલુકામાં ૩૪ મિ.મી., ધરમપુર તાલુકામાં ૩૩ મિ.મી., ગઢડા અને ડાંગ-આહવા તાલુકામાં ૩૦ મિ.મી., ગારીયાધાર અને ખાંભા તાલુકામાં ૨૮ મિ.મી., અને રાજુલા તાલુકામાં ૨૫ મિ.મી. એમ કુલ ૧૩ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં કુલ મળી ૮૩ જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૬.૭૧ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૯.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૬.૦૯ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યમાં સાત જૂલાઇથી ભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે હજુ પણ આગામી દિવસોમાં બે તબક્કામાં મેઘરાજા ગુજરાતના અનેક વિસ્તારમાં મન મૂકીને વરસશે. આગામી 7 થી 15 જૂલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.  ઉપરાંત 25 જૂલાઇથી 8 ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડશે. ગુજરાતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને બીજી વધુ એક સિસ્ટમ આવનારા દિવસોમાં બનશે. જેના પરિણામે પવન સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget