(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election: આખરે અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત, જાણો કઈ બેઠક પરથી ચૂંટણી લડશે ઈસુદાન ગઢવી
Gujarat Election: આમ આદમી પાર્ટીએ આજે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે.
Gujarat Election: આમ આદમી પાર્ટીએ આજે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે જામ ખંભાળીયાથી વિક્રમ માડમને ટિકિટ આપી છે તો બીજેપીએ મુળુ બેરાને ટિકિટ આપી છે.આમ આદમી પાર્ટીનું 16મું લીસ્ટ જાહેર થયું છે. દ્વારકાથી નકુમ લખમણભાઈ બોઘાભા અને ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે.
किसान , बेरोज़गार युवाओं ,महिलाओं ,व्यापारी के लिए सालों तक आवाज़ उठाने वाले इसुदान गढ़वी जाम खम्भालिया से चुनाव लड़ेंगे ! भगवान कृष्ण की पावन भूमि से गुजरात को एक नया और अच्छा मुख्यमंत्री मिलेगा
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 13, 2022
શું કહ્યું અરવિંદ કેજરીવાલે?
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું કે, ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયામાંથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે.
સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો
આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. પાસના મુખ્ય કન્વીનાર અલ્પેશ કથીરિયા આપમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ફટકો છે.
નણંદ કરી રહી છે ભાભીની હારનો પ્રચાર ! રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને બહેન નયના વચ્ચે રાજકીય લડાઈ
ગુજરાતમાં રાજકીય લડાઈ ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપના બે નેતાઓએ તેને વધુ રસપ્રદ બનાવ્યું છે. આ નેતા ખાસ છે કારણ કે તે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે સીધો સંબંધ ધરાવે છે. એક બાજુ તેની પત્ની રિવાબા જાડેજા અને બીજી બાજુ બહેન નયના જાડેજા છે. જામનગરની ઉત્તર બેઠક એ રાજકારણની પીચ છે. આ બેઠક પરથી ભાજપે જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. બીજી તરફ હવે કોંગ્રેસની નયના એટલે કે તેની ભાભી ખુલ્લેઆમ તેનો વિરોધ કરી રહી છે. રાજનીતિની આ રમતમાં ભાભી અને ભાભી આમને-સામને છે તે તેમના તાજા નિવેદનો પરથી સ્પષ્ટ થઈ ગયું છે.
આ બેઠક પરથી કોંગ્રેસ નયનાને મેદાનમાં ઉતારશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે, હરીફાઈ હજુ પણ રસપ્રદ છે કારણ કે નણંદ અહીં તેની ભાભીનો સખત વિરોધ કરી રહી છે અને તેની હાર માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. નયના જાડેજા કહે છે કે ભાજપે તેમની ભાભી રિવાબાને ટિકિટ આપીને ભૂલ કરી છે, રિવાબા ભલે સેલિબ્રિટી હોય, પણ તેમને અનુભવ નથી તેથી ભાજપ હારી જશે. ચાલો તમને જણાવીએ કે રાજનીતિમાં કોણ આગળ છે.