શોધખોળ કરો
Advertisement
ગુજરાતમા કયા-કયા શહેરોમાં પડી શકે ભારે વરસાદ? જાણો શું કરાઈ આગાહી?
હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે આજે નવસારી અને જૂનાગઢમાં વરસાદો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આ વખતે પણ ગુજરાતમાં સારો વરસાદ થશે.
અમદાવાદ: હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે આજે નવસારી અને જૂનાગઢમાં વરસાદો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આ વખતે પણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેવું વરસાદની આગાહીકારે જણાવ્યું હતું.
ગુજરાતમાં 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં વરસાદ પડશે અને ગુજરાતમાં આ વખતે 15 દિવસ મોડું ચોમાસું શરૂ થશે. ગુજરાતમાં 15 જૂનથી ઝાપટાં પડવાની શરૂઆત થાય તેવી સંભાવનો જોવા મળી રહી છે તેવું વરસાદની આગાહીકારે જણાવ્યું હતું.
વરસાદની આગાહીકારના કહ્યાં પ્રમાણે, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જૂનાગડ અને ડાંગમાં પડે તેવી સંભાવના છે. વલસાડ, સાબરકાંઠા અને સુરતમાં પણ આ વખતે સારો વરસાદ થશે. જ્યારે કચ્છ, મહેસાણા, બનાસકાંઠા અને જામનગરમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવનોઓ જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં પૂરની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં સારો અને કેટલાકમાં મધ્યમ વરસાદ થશે. ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં ઓછો વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં પ્રમાણસર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. કચ્છના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion