ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં આજે જાહેર થશે નવી ગાઈડલાઈન
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરાયા બાદ સરકાર તરફથી લગાવવામાં આવનારા નિયંત્રણોને લઈને સૌથી વધુ ચર્ચા અને ચિંતા છે.

Background
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરાયા બાદ સરકાર તરફથી લગાવવામાં આવનારા નિયંત્રણોને લઈને સૌથી વધુ ચર્ચા અને ચિંતા છે. આજે સાંજે સાત વાગ્યા સુધીમાં આગામી બે અઠવાડિયા માટેની રાજ્ય સરકારનો ગૃહવિભાગ ગાઈડલાઈન બહાર પાડશે.
પ્રાથમિક સ્કૂલોને લઇને લેવાઇ શકે છે નિર્ણય
જોકે શાળાઓના વર્ગખંડમાં શિક્ષણને લઈને મોટા સુધાર સંભવ છે. ખાસ કરીને પ્રાથમિક શાળા તેમાં પણ ધો. 1થી 5માં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી શક્યતા સવિશેષ છે.
રાત્રી કર્ફ્ચૂના સમયમાં થઇ શકે છે વધારો
અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ગ્રામીણ અને નાના શહેરોની તુલનામાં સંક્રમણ ઘણુ વધુ વધી રહ્યું છે ત્યારે મહાનગરોમાં લાગુ કરાયેલા રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો થાય તે સ્વભાવિક છે. કેમ કે અત્યારે રાત્રી કર્ફ્યુ આ મહાનગરોમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ છે ત્યારે કર્ફ્યુની સમય મર્યાદા એકથી બે કલાક સુધી વધારવાની શક્યતા છે. એટલે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 11 વાગ્યાના સ્થાને રાત્રીના 9 કે 10 વાગ્યાથી લાગુ થઈ શકે છે





















