શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોના વાયરસ પીક પર, જાણો દર કલાકે કેટલા કેસ આવી રહ્યા છે સામે
રાજ્યમાં કોરોનાના કુલ કેસના 68 ટકા કેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં નોંધાયા છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના પ્રકોપ પવે પીક પર જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી દર કલાકે રાજ્યમાંતી 57 કેસ સામે આવી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક એક લાખ 35 હજારને પાર કરી ગોય છે.
છેલ્લા એક મહિનામાં જ કોરોનાના 42 હજાર 22 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા એક મહિનામાં 453 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસના 68 ટકા કેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં નોંધાયા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ પાંચ ટકાનો મૃત્યુદર અમદાવાદમાં છે.
જ્યારે ડાંગ અને નર્મદા એવા જિલ્લાઓ છે જ્યાં એકપણ મૃત્યુ નોંધાયા નથી. તો 33 જિલ્લામાંથી 24 જિલ્લાઓમાં કોરોનાના કુલ કેસનો આંક એક હજારને પાર પહોંચ્યો છે. સૌથી ઓછા કેસ ડાંગમાં માત્ર 102 સામે આવ્યા છે. તો એક્ટિવ કેસમાં અમદાવાદ મોખરે છે.
અમદાવાદમાં 4000થી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે સુરતમાં 2 હજાર 623 અને વડોદરામાં એક હજાર 808 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખ 15 હજાર 859 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 85.19 ટકા થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement