શોધખોળ કરો

નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું શુક્રવારે સવારે કેટલા વાગ્યે થયું નિધન? યુએન મહેતા હાર્ટ હોસ્પિટલે શું આપી જાણકારી?

સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે.

Heeraben Modi Passed Away: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં હીરાબાના નિધનની જાણકારી આપવામાં આવી હતી.

અખબારી યાદીમાં કરાયેલી જાહેરાત પ્રમાણે, હીરાબાએ અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા અને દેહ છોડ્યો હતો.

યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની અખબારી યાદીમાં કહેવાયું છે કે, શ્રીમતી હીરાબા મોદી, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં 30/12/2022ના રોજ વહેલી સવારે 03.30 વાગે સારવાર દરમિયાન દેવલોક પામ્યાં છે. આ અખબારી યાદી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામકની સહી છે.

સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી  તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે. પંજકભાઈ મોદીના ઘરેથી સવાર 9 વાગ્યાની આસપાસ અંતિમયાત્રા નિકળશે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા પછી સીધા પંકજભાઈના નિવાસસ્થાને ગયા હતા. પંકજભાઈના નિવાસસ્થાનેથી નિકળીને અંતિમયાત્રા ગાંધીનગરમાં સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે.

હીરાબાના નિધનની દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપતાં લખ્યું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામા, મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએ

પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા છે.

હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat local body elections Live: વડોદરામાં સરકારી કચેરી બની રાજકીય અખાડો, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Gujarat local body elections Live: વડોદરામાં સરકારી કચેરી બની રાજકીય અખાડો, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ: ઉમેદવારો તૂટવાના ડરથી શરૂ કર્યું 'મિશન અજ્ઞાત', ઉમેદવારોને રાજસ્થાન...
ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ: ઉમેદવારો તૂટવાના ડરથી શરૂ કર્યું 'મિશન અજ્ઞાત', ઉમેદવારોને રાજસ્થાન...
કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી માવઠું શું ધબધબાટી બોલાવશે? આ તારીખે વરસાદની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી માવઠું શું ધબધબાટી બોલાવશે? આ તારીખે વરસાદની આગાહી
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા

વિડિઓઝ

Gujarat Unseasonal Rains : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Local Body Election : 'કોંગ્રેસ હાર ભાળી ગઈ છે', 'પોલીસ ભાજપના ચૂંટણી એજન્ટ હોય તેવું વર્તન'
Hun To Bolish: હું તો બોલીશ: પુરૂષપ્રધાન રાજનીતિ!
Hun To Bolish: હું તો બોલીશ: સામ દામ દંડ ભેદ
Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા કોંગ્રેસનું મિશન ઉમેદવાર બચાવો અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
weather update: દેશના હવામાનમાં આવશે પલટો, ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક ભારે વરસાદનું એલર્ટ 
weather update: દેશના હવામાનમાં આવશે પલટો, ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક ભારે વરસાદનું એલર્ટ 
તેલ ગેસના ભાવ ભડકે બળશે! આરબ દેશોની લડાઈમાં ભારતના 25 લાખ પરિવારો 'રોડ પર' આવી જશે? રિપોર્ટમાં થયો ખુલાસો
તેલ ગેસના ભાવ ભડકે બળશે! આરબ દેશોની લડાઈમાં ભારતના 25 લાખ પરિવારો 'રોડ પર' આવી જશે? રિપોર્ટમાં થયો ખુલાસો
8th pay commission: હવે 18,000 રૂપિયા નહીં, 69,000 થશે કર્મચારીઓનો લઘુત્તમ પગાર, જાણો સંગઠનની માંગ?
8th pay commission: હવે 18,000 રૂપિયા નહીં, 69,000 થશે કર્મચારીઓનો લઘુત્તમ પગાર, જાણો સંગઠનની માંગ?
₹3788 ના સીધા ₹15,009! ગોલ્ડ બોન્ડમાં રોકાણકારો માલામાલ, જાણો RBI એ કયું ગણિત વાપર્યું?
₹3788 ના સીધા ₹15,009! ગોલ્ડ બોન્ડમાં રોકાણકારો માલામાલ, જાણો RBI એ કયું ગણિત વાપર્યું?
Gujarat local body elections Live: વડોદરામાં સરકારી કચેરી બની રાજકીય અખાડો, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Gujarat local body elections Live: વડોદરામાં સરકારી કચેરી બની રાજકીય અખાડો, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
DA Hike 2026: સરકાર મોંઘવારી ભથ્થું ક્યારે વધારશે? 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરો માટે અપડેટ 
DA Hike 2026: સરકાર મોંઘવારી ભથ્થું ક્યારે વધારશે? 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરો માટે અપડેટ 
બિહારના સમ્રાટ બન્યા
બિહારના સમ્રાટ બન્યા "ચૌધરી", મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાજ્યમાં પહેલા BJPના CM
AI પર વિશ્વાસ કરવો પડશે ભારે! અડધાથી વધુ મેડિકલ સલાહ નીકળી ખોટી
AI પર વિશ્વાસ કરવો પડશે ભારે! અડધાથી વધુ મેડિકલ સલાહ નીકળી ખોટી
Embed widget