શોધખોળ કરો
Advertisement
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ CM વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
ગુજરાતના CM વિજય રૂપાણીએ ટ્વિટ કરીને લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા માનનીય સર્વોચ્ચ અદાલતના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ, સમ્માન કરીએ છીએ. હું આ માટે સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયમૂર્તિનો આભાર માનું છું.
અમદાવાદઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે. સીજેઆઈ ગોગોઈએ કહ્યું, હિન્દુ-મુસ્લિમ વિવાદિત સ્થાનને જન્મભૂમિ માને છે પરંતુ આસ્થાથી માલિકી હક નક્કી ન કરી શકાય. પીઠે કહ્યું, તોડી પાડવામાં આવેલું માળખું જ રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કર્યા હતા. તેમણે લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા માનનીય સર્વોચ્ચ અદાલતના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ, સમ્માન કરીએ છીએ. હું આ માટે સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયમૂર્તિનો આભાર માનું છું. આ નિર્ણય ભારતી એકતા અને અખંડતાને વધુ બળ આપશે. અન્ય ટ્વિટમાં રૂપાણીએ લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા સર્વોચ્ચ અદાલતના ફેસંલા પર ગુજરાતના તમામ સમુદાયો અને ધર્મના લોકોને આ નિર્ણયનો સહજતાની સ્વીકાર કરવાની તથા શાંતિ અને સદભાવના બનાવી રાખવાની અપીલ કરું છું. આગામી દિવસોમાં ભારત “એક ભારત-શ્રેષ્ઠ ભારત” બને એવો આપણે સંકલ્પ કરીએ.श्री राम जन्मभूमि कानूनी विवाद पर न्याय पाने के लिए अविरत प्रयासरत संस्थाओं, संत-समाज और देश के करोड़ों लोगों जिन्होंने इतने वर्षों तक प्रयास किया है, मैं उनके प्रति कृतज्ञता व्यक्त करता हूँ।
— Vijay Rupani (@vijayrupanibjp) November 9, 2019
અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ટ્વિટ કરીને લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વ સંમતિથી આવેલ સર્વોચ્ચ ન્યાયાલયના ઐતિહાસિક નિર્ણયનું હું સ્વાગત કરું છું. આ નિર્ણય થી ભારતની અખંડતાને નવી દિશા મળશે. દેશના તમામ સંપ્રદાયના લોકોએ પણ આ નિર્ણય શાંતિપૂર્ણ રીતે સ્વીકાર્યો છે ત્યારે સર્વ ને ખૂબ ખૂબ અભિનંદન. સુપ્રીમ કોર્ટના ફેંસલાને ઉમા ભારતીએ ગણાવ્યો દિવ્ય, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી માટે કહી આ વાતશ્રી રામ જન્મભૂમિ પર સર્વ સંમતિ થી આવેલ સર્વોચ્ચ ન્યાયાલયના ઐતિહાસિક નિર્ણયનું હું સ્વાગત કરું છું. આ નિર્ણય થી ભારતની અખંડતાને નવી દિશા મળશે. દેશના તમામ સંપ્રદાયના લોકોએ પણ આ નિર્ણય શાંતિપૂર્ણ રીતે સ્વીકાર્યો છે ત્યારે સર્વ ને ખૂબ ખૂબ અભિનંદન..
— Naranbhai Kachhadiya (@mpamreli) November 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
બિઝનેસ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion