શોધખોળ કરો

ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતના આ વિસ્તારમાં પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના મતે અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ તથા સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા-અમદાવાદ તેમજ કચ્છમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. તો રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-જામનગર-અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની પણ સંભાવના છે.

ગુજરાતમાં હાલ ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૨-૩ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક હિસ્સામાં તાપમાન ૨-૩ ડિગ્રી સુધી વધી શકે છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા-સાબરકાંઠા તેમજ અમદાવાદમાં ગરમીનું મોજું ફરી વળશે. આગામી ચાર દિવસ દરમિયાન જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-જામનગર-અમરેલી-ડાંગ-વલસાડમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપે પવન  ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આમ, ગુજરાતમાં ક્યાંક કાળઝાળ ગરમી અનુભવાશે તો ક્યાંક કમોસમી વરસાદ પડશે.

કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર. રાજ્યમાં આજથી 30 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ તથા સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો અમદાવાદ શહેરમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેશે. કચ્છમાં વરસાદની આગાહીને લઈ ખેડૂતોને પોતાની જણસ ખુલ્લામાં ન રાખવા માટે સૂચના અપાઈ છે. કચ્છ જિલ્લા ડિઝાસ્ટર મામલતદારે આ બાબતે વિવિધ વિભાગોને પત્ર લખી જાણ કરી છે.

રવિવારે બપોર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમા માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટ, કચ્છ, અમરેલી, સુરેંદ્રનગર, મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, વીરપુર, ભાયાવદર, મોટાદડવા, જસદણ, આટકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો.તો મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.

કચ્છના નલિયા પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. તાલુકામાં જ્યાં પિયતની સુવિધા છે તેવા વિસ્તારોમાં હજુ ખેતરોમાં ઈસબગુલનો પાક ઉભો છે. તો ક્યાંક વાઢીને મૂકી દીધો છે. તેવામાં વરસાદી ઝાપટાના કારણે પાકને નુકસાન થવાની ભીતી છે. તો કેરી, ડુંગળી, મગ, તલ, બાજરીના પાકને પણ નુકસાનીની ભીતી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલManmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Embed widget