શોધખોળ કરો
Gujarat Rain: બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં કરા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં કરા સાથે વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર
1/6

વરસાદને લઈને હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે. આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ અને વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જયારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
3/6

વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.
4/6

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/6

આજે વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે.
6/6

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, કાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. કાલે આણંદ, વડોદરા, ભરૂચમાં માવઠાની શક્યતા છે. કાલે કપડવંજ, તાપી, નર્મદા સહિતના ભાગોમાં માવઠાનું અનુમાન છે.
Published at : 27 Dec 2024 02:41 PM (IST)
આગળ જુઓ
Advertisement