Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: આ કાર્યવાહી એસએમસીના દરોડા બાદ કરવામાં આવી છે. એસએમસીએ એક કરોડથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હોત

- SMCએ બાલાસિનોરમાં દરોડો પાડી, કરોડોનો દારૂ જપ્ત કર્યો.
- સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા બાદ, 13 PSIની તાત્કાલિક બદલી.
- બાલાસિનોર PIને લીવ રિઝર્વમાં મુકાયા, પોલીસ બેડામાં ખળભળાટ.
Mahisagar: મહીસાગર જિલ્લામાં પોલીસ બેઠામાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ જિલ્લા પોલીસ વડાએ એક સાથે 13 પીઆઇની બદલીના આદેશો આપતા સોંપો પડી ગયો છે. આ કાર્યવાહી એસએમસીના દરોડા બાદ કરવામાં આવી છે. એસએમસીએ એક કરોડથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હોત.
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા બાલાસિનોરમાં પાડવામાં આવેલા મેગા દરોડા અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવ્યા બાદ, મહીસાગર જિલ્લા પોલીસ તંત્રમાં મોટો વહીવટી ભૂકંપ સર્જાયો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા કડક સજાત્મક પગલાંરૂપે તાત્કાલિક અસરે જિલ્લાના 13 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીના સામૂહિક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની પણ તાકીદે બદલી કરીને તેઓને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે, જેને પગલે સમગ્ર મહીસાગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાલાસિનોર ટાઉન વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક પોલીસ નાક નીચેથી એક કરોડથી વધુની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રોહિબિશનની આ આટલી મોટી પ્રવૃત્તિ સ્થાનિક પોલીસની મિલીભગત અથવા નિષ્ક્રિયતા વિના સંભવ ન હોવાથી, ગૃહ વિભાગની ગંભીર નોંધ બાદ મહીસાગર એસપીએ એક્શન મોડમાં આવીને આ આકરી કાર્યવાહી કરી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















