Banaskantha : સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ યુવકે પરાણે માણ્યું શરીરસુખ ને પછી.....
બાઇક પર આવેલા યુવકે પોતાની સાથે લઈ ગયો હતો અને પછી સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે.
બનાસકાંઠાઃ અમીરગઢ પંથકમાં સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાઇક પર આવેલા યુવકે પોતાની સાથે લઈ ગયો હતો અને પછી સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સગીરા કોઈ કામથી બહાર ગઈ હતી. ત્યારે બાઇક પર આવેલા યુવકે સગીરાને પરાણે તેની સાથે લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાએ પોતાની પર બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરતાં પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકીર ગઈ હતી. સગીરા પર દુષ્કર્મ ને લઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અમીરગઢ પોલીસ મથકે દુષ્કર્મી સામે પોસ્કો સહિતની ફરિયાદ નોંધાવાઇ છે.
Vadodara : પાણીપુરીવાળા સાથે પત્ની કરી રહી હતી હસી મજાક, પતિ જોઇ ગયો ને પછી તો......
વડોદરાઃ કરજણ તાલુકાના કંડારી ગામના 40 વર્ષીય પાણીપુરીવાળાની હત્યા કરીને લાશ ગંધારા ગામની સીમમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો કેસ ઉકેલી નાંખ્યો છે અને હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વડોદરાના ગંધારા ગામની સીમમાંથી તા 30/1/2021 નીલગીરીના ખેતર નજીક 40 વર્ષીય પાણીપુરી વાળા પુરૂષનો મૃતદેહ ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહની તપાસ કરતાં મૃતક કરજણના કંડારી ગામે ભાડાના મકાનમાં રહી આસપાસના ગામોમાં લારી લઇ પાણીપુરીનો ધંધો કરી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ મૃતક મૂળ યુપીનો જ્ઞાનસિંગ ધોકાલ હોવાનું જાણવા મળ્યું હતું.
મૂળ જુગરાજપુર, થાનું રેણાર, તા.કોચ, જિલ્લા. જાલોન (યુપી)નો રહેવાસી જ્ઞાનસિંગ નાના ફોફળિયા પણ પાણીપુરી વેચવા માટે જતો હતો. અહીં આરોપી મુકેશભાઈ (રહે.નાના ફોફળિયા) લાલજીભાઈને પાણીપુરી વાળા પરપ્રાંતીય પર પોતાની પત્ની સાથે સંબંધ હોવાની શંકા જતા વારદાતને અંજામ આપેલ હતો.
કરજણ પોલીસ, વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા રૂરલ LCB મળી અંજામ આપનાર આરોપીને ઝડપી પાડી ખૂનીખેલનો ગુનો ડિટેક્ટ કર્યો છે. મુકેશભાઈ લાલજીભાઈ, મીઠાભાઈ ચંદુભાઈ ભેગા મળી પાણીપુરી વાળાની હત્યા કરી અંજામ આપેલ હતો.
Vadodara : યુવતીને રૂમમાં ખેંચી જઈ યુવકે બંધ કરી દીધો દરવાજો, પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ ને......
વડોદરાઃ શહેરના કારેલીબાગમાં રહેતી માનસિક અસ્વસ્થ યુવતી પર યુવકે બળાત્કારનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને પરાણે રૂમમાં ખેંચી જઈ આરોપીએ રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. જોકે, નાની બહેને બૂમો પાડતાં આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ફરિયાદ થતાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવતીના પિતાને પાડોશીએ ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. પિતા ઘરે પહોંચતા નાની દીકરી રડી રહી હતી. જેથી પિતાએ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, બે શખ્સો તેમના ઘર પાસે ઉભા હતા. જેમાંથી એક શખ્સ મોટી બહેનને ઘરમાં લઈ ગયો હતો. દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
તેમજ આ યુવક યુવતી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. જોકે, તેણે બૂમાબૂમ કરતાં આ યુવક ભાગી ગયો હતો. આ અંગે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ સાથે ઉભેલા યુવકની પૂછપરછ કરતાં તેણે આરોપીની ઓળખ પોલીસને આપી હતી. યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે એકની ધરપકડ કરી લીધી છે. જ્યારે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ ફરાર છે.