Banaskantha: ઠાકોર સમાજની લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ના દેવાતા બે જૂથો વચ્ચે જોરદાર ધીંગાણું, પોલીસ જોતી રહી ને મારમારી થઇ....
બનાસકાંઠામાં એક બબાલની ઘટનાએ ચર્ચા જગાવી છે, પોલીસની હાજરીમાં જ ઠાકોર સમાજની લાયબ્રેરી સામે ગઇકાલે ધીંગાણુ સર્જાયુ હતુ, જેમાં બે પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી
Banaskantha News: બનાસકાંઠામાં એક બબાલની ઘટનાએ ચર્ચા જગાવી છે, પોલીસની હાજરીમાં જ ઠાકોર સમાજની લાયબ્રેરી સામે ગઇકાલે ધીંગાણુ સર્જાયુ હતુ, જેમાં બે પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી. હવે આ મામલે પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના જિલ્લાના પાલનપુરના રામપુરા ચોકડી પાસે આવેલી ઠાકોર સમાજની લાયબ્રેરી નજીક ઘટી હતી.
હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગઇકાલે બનાસકાંઠા જિલ્લામાં એક જોરદાર છુટા હાથની મારામારીનો વીડિયો સામે આવ્યો છે. જિલ્લાના પાલનપુરના રામપુરા ચોકડી વિસ્તાર પાસે ઠાકોર સમાજની લાયબ્રેરી નજીક ધીંગાણું થયુ હતુ, અહીં બે પક્ષો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થઇ હતી. સમાજની લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ના દેવાતા અને સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયુ હતુ. છેલ્લા 15 દિવસથી આ લાયબ્રેરી અંગે વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઇને કાલે ઘર્ષણ થયુ હતુ. ખાસ વાત છે કે આ મારામારીની ઘટના પોલીસની હાજરીમાં જ થઇ હતી. પાલનપુર પૂર્વ પોલીસે ગઈકાલે વિદ્યાર્થીઓને કલેકટરને એસપીને રજૂઆત કરતા પણ રોક્યા હતા, પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામસામે 10 લોકો સામે ફરિયાદ છે. ધીંગાણાના વીડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે.
Surat Crime: યુવકની મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા કરી હત્યા,પોલીસ તપાસમાં જાણો શું આવ્યું સામે ?
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં હત્યાના બનાવો સમયાંતરે સામે આવી રહ્યા છે. ત્યાં વધુ એક હત્યાની ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે. પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,બાટલીબોય નજીક આવેલ સુડા આવાસમાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો વતની દિનેશકુમાર નામનો યુવક એક વર્ષ અગાઉ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. બાટલીબોય નજીક લુમ્સ ખાતામાં કામ કરી વતન રહેતા પરિવારને મદદરૂપ બનતો હતો.
આ દરમિયાન વહેલી સવારે દિનેશ કુમારની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અજાણ્યા ઇસમ દ્વારા દિનેશકુમારના મોઢાના ભાગે બોથર્ પદાર્થ વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને નજીકના સબંધીઓના નીવેદન નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
પાંડેસરા પોલીસની તપાસમાં મૃતકની હત્યા તેના સગા ભત્રીજા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક દિનેશ કુમાર અને વિજયસિંહ સંબંધમાં કાકા-ભત્રીજા થાય છે. જ્યાં વતનમાં અગાઉ દિનેશ અને વિજય સિંહ વચ્ચે નાના-મોટા ઝઘડા ચાલી રહ્યા હતા. જે ઝઘડાની અદાવતમાં ગત રોજ બંને વચ્ચે થયેલી મારામારી બાદ ભત્રીજા વિજયસિંહે બોથર્ડ પદાર્થ વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.જે આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ફરી ખેલાયો ખુની ખેલ
સૂરત શહેરના અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા અરેરાટી મચી ગઈ છે. પિન્ટુ નવસારીવાલા નામના વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સૂર્યા મરાઠી ગેંગના સંભ્યએ હત્યાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે.
6 જેટલા ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે હત્યારાઓએ યુવકને જૂની અદાવતની પતાવટ માટે ફોન કરી બોલાવ્યો હતો. એવી પણ વાત સામે આવી છે કે, હત્યારાઓ અને મૃતક ક્રિકેટના સટ્ટા સાથે પણ જોડાયેલા હતા. હાલમાં ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.