Banaskantha : પાલનપુર હાઈવે પર 3 કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 2 લોકોના મોત, ઘટનાસ્થળે ઉમટી પડ્યા લોકોના ટોળેટોળા
પાલનપુર-દાંતા હાઈવે પર થુરના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. સ્કોર્પિયો, ઇકો અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
બનાસકાંઠાઃ પાલનપુર-દાંતા હાઈવે પર થુરના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. સ્કોર્પિયો, ઇકો અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 6 લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા.
અકસ્માતમાં એટલો ભયંકર હતો કે, ત્રણેય કારના આગળના ભાગના ફૂર્ચેફૂર્ચા નીકળી ગયા હતા. અકસ્માતને પગલે રોડ બ્લોક થઈ જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેમજ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે 108 દ્વારા ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આણંદમાં એક જ પરિવારના ત્રણના મોત, બે દીકરીઓની હત્યા કરી પિતાએ આત્મહત્યા કરી હોવાની આશંકા
આણંદઃ આણંદ જિલ્લામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર મચી ગઇ છે. પિતા અને બે માસૂમ દીકરીઓના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
પ્રાથમિક જાણકારી અનુસાર પિતાએ બે દીકરીઓની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. જો કે હત્યા કે આત્મહત્યા તેનું કારણ હજુ પણ અકબંધ છે. આણંદ ટાઉન પોલીસ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે અને ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
આણંદમાં 17 વર્ષીય છોકરાને 25 વર્ષીય યુવતી ભગાડી ગઇ હતી
મહત્વનું છે કે આ અગાઉ આણંદની 25 વર્ષીય યુવતીને 17 વર્ષીય છોકરા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ આ છોકરાને પ્રેમજાળમાં ફસાવીને યુવતી ભગાડી ગઈ હતી. જોકે, છોકરાના પરિવારે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે મોબાઇલ લોકેશનને આધારે બંનેને સુરતથી ઝડપી પાડ્યા હતા. પોલીસે યુવતી સામે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આંકલાવ તાલુકાની 25 વર્ષીય યુવતી નર્સરીમાં કામ કરતી હતી, ત્યારે 17 વર્ષીય છોકરાના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન ગત 1 જૂને લગ્નની લાલચ આપીને છોકરાને ભગાડી ગઈ હતી. યુવતી ઘરેથી 7 હજાર, જ્યારે યુવક ઘરેથી 5 હજાર રૂપિયા લઈને નીકળી ગયો હતો.
બીજી તરફ છોકરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે મોબાઇલ ફોનની કોલ-ડિટેઇલ અને લોકેશનને આધારે તપાસ કરતાં બંને સુરતના વરાછા ખાતેથી મળી આવ્યા હતા. હાલમાં પોલીસે બંને જણાને પોલીસ નજર હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કેદ રાખ્યાં હતાં.