શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા કૉંગ્રેસ તમામ ધારાસભ્યોએ જયપુર લઈ જઈ શકે છે
રાજ્યસભાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરત સિંહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં રાજ્ય સભાની ચાર બેઠકોની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીએ ત્રણ અને કૉંગ્રેસે બે ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં નક્કી થયું હતું કે કોંગ્રેસનાં બધા જ ધારાસભ્યોને વોટિંગ થાય ત્યાં સુધી ગુજરાતની બહાર લઇ જવામાં આવશે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરત સિંહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપ તરફથી અજય ભારદ્વાજ, નરહરી અમિન અને રમીલા બારાએ ફોર્મ ભર્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતનાં તમામ ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર લઈ જવામાં આવશે. જો કે આ અંગે કોઇ સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યું. કૉંગ્રેસમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપે અજય ભારદ્વાજ, નરહરી અમિન અને રમીલા બારાએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે ગુરૂવારે મોડી રાત્રે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમિનનું નામ જાહેર કરતા રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion