શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bhavnagar : યુવકને ગામની જ યુવતી સાથે બંધાયા શરીરસંબંધ, યુવતીના ભાઇને પડી ગઈ ખબર ને પછી તો...

હીરાની ઓફિસમાં કામ કરતા 22 વર્ષીય યુવકે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના જ ગામમાં રહેતી યુવતી સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો. જે યુવતીના ભાઈઓને પસંદ ન હોય થોડા સમય પૂર્વે આ પ્રેમ સંબંધ પૂર્ણ કરી નાખ્યો હતો.

ભાવનગરઃ વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામના યુવકને તેના જ ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધ અંગે યુવતીના ભાઈને ખબર પડી જતાં હોબાળો મચી ગયો હતો. યુવતીના ભાઈએ પોતાની બહેનને પ્રેમ કરતા યુવકને ધમકાવ્યો હતો અને તેની બહેન સાથે સંબંધ રાખે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીના ભાઈઓએ મારી નાંખવાની ધમકી આપતાં યુવકે પોલીસનું શરણ લીધું હતું. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, હીરાની ઓફિસમાં કામ કરતા 22 વર્ષીય યુવકે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના જ ગામમાં રહેતી યુવતી સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો. જે યુવતીના ભાઈઓને પસંદ ન હોય થોડા સમય પૂર્વે આ પ્રેમ સંબંધ પૂર્ણ કરી નાખ્યો હતો.

આ પ્રેમસંબંધ મુદ્દે યુવતીના ભાઈઓએ સમાધાન માટે યુવકન વાડીએ બોલાવી ઢોર માર માર્યો હતો અને પછી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પોલીસ સમક્ષ તેણે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchmahal : યુવતીને બે યુવકો સાથે હતા શારીરિક સંબંધ, પ્રેમીને પડી ગઈ ખબર ને પછી તો .......

કાલોલઃ પંચમહાલ જિલ્લાના કાલોલમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમિકાને અશ્લીલ મેસેજ મોકલી પરેશાન કરતાં પૂર્વ પ્રેમીને યુવકે મળવા બોલાવી હત્યા કરી નાંખી હતી અને લાશ નર્મદા કેનાલમાં ફેંકીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને જેલ હવાલે કરી દીધો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, કાલોલની યુવતીને મૃતક યુવક સાથે પ્રેમસંબંધ હતા. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. આ સમયે પ્રેમીએ યુવતીનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો. બીજી તરફ આઠ મહિના પહેલી યુવતીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જેની જાણ પહેલા પ્રેમીને થઈ જતાં તેણે યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાયા માંડ્યા હતા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, તે યુવતીના પ્રેમીને પણ યુવતીનો નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. 

આમ, યુવતી મુદ્દે બંને વચ્ચે તકરાર થતાં પ્રેમીએ યુવતીના પહેલા પ્રેમીની હત્યા કરી નાંકી હતી અને લાશ કાલોલના શક્તિપુરા પાસે નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. તેમજ પ્રેમિકા સાથે મળીને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 

પહેલો પ્રેમી ગત 29મી એપ્રિલે સવારે ઘરેથી નીકળ્યો હતો. જોકે, ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી, પરંતુ પત્તો ન લાગ્યો નહોતો. બે દિવસ પછી ગત 1 મેનાા રાજો સમા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. યુવકને શરીર પર ઇજાઓ જોતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવ્યું હતું. પોલીસે અન્ય દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકને હાલોલ પંથકની એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું ખૂલ્યું હતું. 

બીજી તરફ પહેલા પ્રેમીની હત્યા કર્યા બાદ યુવતી અને તેના પ્રેમીએ પોતાના ઉપર હત્યા કર્યાની શંકા ન ઉપજે એ માટે યુવતીએ એક લેટર લખી પોતે ઘરેથી નીકળી પોતાના પ્રેમી પાસે ગઈ હતી. પોલીસના ડરથી આરોપી 5 મેના રોજ બાઇક લઇને નીકળી ગયો હતો. રાત્રીના ત્રણેક વાગ્યે ઘોઘંબાના ઉંડવા ગામે જઇ પ્રેમિકાને બોલાવી હતી. બંને બાઇક લઇને બોડેલી ખાતે કેનાલ પાસે ગયા હતા. જ્યાં કલ્પેશે બાઇક કેનાલ પાસે મુકી દીધી હતી. પોલીસને આ બંને જણા કેનાલના પાણીમાં પડી ડુબી મરણ ગયા હશે તેવુ સમજી તપાસ કરશે નહી તેવો પ્લાન બનાવીને બંને ખાનગી વાહનમાં બેસી છોટાઉદેપુર જતા રહ્યા હતા. જ્યાં સગાને બોલાવીને અમે પ્રેમ લગ્ન કરવા ભાગીને આવ્યા છે. તેમ કહેતા સંગાએ તેમને છોટાઉદેપુરના કેલીધરા ગામે સંતાડી દીધા હતા. જોકે, પોલીસે આ હત્યા કેસ ઉકેલીને પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડોDelhi Farmer Protest: દિલ્હીમાં ફરી ખેડૂતોની કૂચ, અમારી માંગ નહીં પુરી થાય તો..| Abp AsmitaAhmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
Awadh Ojha In Politics: જાણીતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા 
Awadh Ojha In Politics: જાણીતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા 
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Embed widget