શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાવનગરમાં નિવૃત્ત Dy.S.P.ના પરિવારનાં 4 લોકોના આપઘાત પહેલાં પુત્રે મિત્રોને શું કર્યો હતો મેસેજ ?
પૃથ્વીરાજ સિંહે મિત્રોને મેસેજમાં કહ્યું હતું કે, ‘હું આપઘાત કરુ છું, ઘરનો દરવાજો ખુલ્લો છે, આવી ને જોઈ જશો.
ભાવનગરઃ ભાવનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રે પત્નિ અને બે દીકરીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. પ્રતિષ્ઠિત પરિવારના ચાર લોકોએ એક સાથે આપઘાત કરી લીધો છે એ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે ત્યારે આ ઘટનામાં આપઘાત કરનાર ઘરના મોભી પૃથ્વીરાજ સિંહે સામૂહિક આપઘાત પહેલાં મિત્રોને મેસેજ પણ કર્યા હતા.
પૃથ્વીરાજ સિંહે મિત્રોને મેસેજમાં કહ્યું હતું કે, ‘હું આપઘાત કરુ છું, ઘરનો દરવાજો ખુલ્લો છે, આવી ને જોઈ જશો.
પૃથ્વીરાજ સિંહે આવો મેસેજ પોતાના મિત્રોને સાંજે 5.34 મિનિટે કર્યો હતો. આ મેસેજના પગલે કેટલાક મિત્ર દોડી આવ્યા હતા પણ ત્યાં સુધીમાં કમનસીબ ઘટના બની ચૂકી હતી. આ આત્મહત્યા કરવા પાછળનું કારણ અત્યાર સુધી બહાર આવ્યુ નથી.
ભાવનગરના વિજય રાજનગર વિસ્તારમાં રહેતા રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બિનાબા અને બે દીકરીઓ નંદિનીબા (ઉં.વ.18) અને યશસ્વીબા (ઉં.વ.11) સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. . ‘પૃથ્વી રાજ બંગ્લો’માં રહેતા પૃથ્વીરાજે બે દીકરીઓને રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાની પત્નીને પણ ગોળી મારી હતી. બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion