શોધખોળ કરો
Advertisement
ભુજઃ 15 વર્ષની પુત્રીએ માતાની કરી હત્યા, પુત્રીને કોની સાથે સંબંધ બંધાયેલા કે માતાને વાંધો હતો ? જાણો વિગત
ભુજ નજીક સુખપર ગામમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં ચોંકાવનારો ધડાકો થયો છે કે, 15 વર્ષની સગી પુત્રીએ જ માતાની હત્યા કરી હતી.
ભુજઃ ભુજ નજીક સુખપર ગામમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં ચોંકાવનારો ધડાકો થયો છે કે, 15 વર્ષની સગી પુત્રીએ જ માતાની હત્યા કરી હતી. દીકરીને પાડોશી યુવાન સાથે સંબંધો બંધાયા હતા. માતા બંનેને જોઈ જતાં તેણે ઠપકો આપ્યો હતો. આ કારણે દીકરીએ પ્રેમી અને તેના મિત્ર સાથે મળી માતાની હત્યા કરી નાંખી હતી. પોલીસે પુત્રી, પ્રેમી તેમજ અન્ય યુવાનની ધરપકડ કરી છે.
ભુજ તાલુકાના સુખપર ગામે બનેલી હચમચાવે એવી ઘટનામાં ઘરના બેડરૂમમાંથી મહિલાની લાશ મળી આવી હતી. રહસ્યમય રીતે ઘરના બેડરૂમમાંથી ગળું કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.
મૃતક મહિલાની સગીર પુત્રીએ દાવો કર્યો હતો કે, પોતે ટ્યુશન ઘરે પરત ફરી ત્યારે માતાની લોહીલુહાણ હાલતમાં લાશ જોઈ હતી. આ ઘટનામાં પહેલાં પરિવાજનોએ આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં મહિલાની હત્યા થઇ હોવાનું બહાર આવતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. હત્યા સમયે મહિલા ઘરે એકલી હતી. તે સમયે મહિલાની અજાણ્યા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતાં બે લોકો ઘર દિવાલ કુદી ઘરમાં પ્રવેશ કરતા દેખાઈ રહ્યા છે. આ દિશામાં તપાસ કરતાં છેવટે સગીર દીકરીના પ્રેમી સુધી પોલીસ પહોંચી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement