Gujarat Govt Cabinet: ભુપેન્દ્ર સરકારમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી, જાણો કોને બનાવાયા ગૃહમંત્રી?
Gujarat Government Formation: સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા છે. આ ઉપરાંત ૮ કેબિનેટ મંત્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં છે.
Gujarat Government Formation: સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા છે. આ ઉપરાંત ૮ કેબિનેટ મંત્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં છે. આજે સાંજે 6 વાગ્યે ગુજરાતની નવી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જે બાદ તમામ મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
જાણો કોને ક્યું મળ્યું ખાતું
1 ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી,સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી
2 કનુભાઈ દેસાઈ - નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ
3 ઋષિકેશ પટેલ - આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી
4 રાઘવજી પટેલ - કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5 બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6 કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા
7 મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ
8 કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ
9 ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા
11 જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,
12 પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન
13 બચુભાઈ ખાબડ - પંચાયત અને કૃષિ
14 મુકેશ પટેલ - વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16 ભીખુસિંહ પરમાર - અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા
17 કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર
ગુજરાત સરકારની શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના ૧૦ થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સહિત ભાજપા શાસિત રાજ્યોના અને એન.ડી.એ. સમર્થિત પક્ષોના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલ સરકારના એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા કોણ છે ?
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેઓ એક માત્ર મહિલા મંત્રી છે.
ભાનુબેન બાબરીયા કોણ છે
- ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે સતત બીજીવાર ચૂંટાઈને આવ્યા છે
- 2012માં પ્રથમ વાર રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બન્યા હતાં
- રાજકોટ વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે 2019માં ચૂંટાયા હતા
- ભાનુબેન બાબરીયાના સસરા માધુભાઈ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય હતા
- ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય અગ્રણી છે
- રાજકોટ ગ્રામ્ય અનામત બેઠકમાં સતત બીજી વખત ચૂંટાઈને આવ્યા છે