(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Government Formation: CM નરેન્દ્રના સમયથી છે ભૂપેન્દ્રના સંબંધો, જાણો કેવી રીતે પટેલ PM મોદીની ગુડ બુકમાં આવ્યાં
ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રીની ખુરશી સંભાળવા જઈ રહેલા ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક મ્યુનિસિપલ બોડી કક્ષાએથી રાજ્યના રાજકારણમાં સ્થાન હાંસલ કર્યું હતું.
Bhupendra Patel in Modi Good Book: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ રાજ્યમાં ભાજપની સરકાર બની રહી છે. ભૂપેન્દ્ર પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી રહી છે. તેમણે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017માં પ્રથમ વખત પોતાનું નસીબ અજમાવ્યું અને એકતરફી સફળતા મેળવી. ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજીક હોવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં પણ સામેલ છે અને તેના કારણે જ ફરી એકવાર રાજ્યની કમાન તેમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રીની ખુરશી સંભાળવા જઈ રહેલા ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક મ્યુનિસિપલ બોડી કક્ષાએથી રાજ્યના રાજકારણમાં સ્થાન હાંસલ કર્યું હતું. આ પહેલા પટેલ 2010 થી 2015 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
PM મોદીની ગુડ બુકમાં ભૂપેન્દ્ર પટેલ કેવી રીતે આવ્યા?
જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પીએમ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા. તે સમયે ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. તેમણે પુલના નિર્માણ, પુનઃવિકાસ અને શહેરના બ્યુટીફિકેશન દ્વારા અમદાવાદના વિકાસના તત્કાલિન મુખ્યમંત્રીના વિઝનને અમલમાં મૂક્યો હતો. તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.
ઘાટલોડિયા બેઠકનો કબજો અકબંધ
જ્યારે આનંદીબેલ પટેલ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, તે સમયે ભૂપેન્દ્ર પટેલ એન્જિનિયર તરીકે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કામ કરતા હતા. એવું કહેવાય છે કે આનંદીબેલ પટેલની રાજ્યપાલ તરીકે નિમણૂક થયા બાદ તેમણે ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભૂપેન્દ્ર પટેલના નામની ભલામણ કરી હતી. અગાઉ આ બેઠક પરથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા. 2017માં ભૂપેન્દ્ર પટેલે આ બેઠક પર જોરદાર જીત મેળવી હતી અને હવે 2022ની ચૂંટણીમાં બીજી વખત તેઓ આ બેઠક જાળવી રહ્યા છે.
ગુજરાત ચૂંટણીમાં ભાજપનો સાતમો વિજય
તમને જણાવી દઈએ કે તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 182માંથી 156 બેઠકો પર રેકોર્ડ જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આ સતત સાતમી જીત છે. કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 સીટો પર સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલને રાજ્યની કમાન મળી હતી.