શોધખોળ કરો
Advertisement
ગુજરાતના દારૂના શોખીનો માટે સારા સમાચાર, આ પ્રવાસન સ્થળ કોરોનામુક્ત જાહેર પણ થઈ શકે છે આકરો દંડ.....
દિવાળીનાં તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ દીવમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડયા હતા અને મોટા ભાગના કોરોનાના ખતરાને અવગણીને માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. તેમણે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન પણ ન કરતાં પ્રશાસને આકરા બનીને માસ્ક નહીં પરેહવા પર દંડ વધાર્યો છે.
દીવઃ ગુજરાતીઓ દારૂ પીવા માટે ગુજરાતના પાડોશી રાજ્યોમાં જાય છે. આ પૈકી દીવ ગુજરાતીઓનું પ્રિય સ્થળ છે ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે, પ્રવાસન સ્થળ દીવ કોરોનામુક્ત થઈ ગયું છે. બે દિવસ પહેલા દીવ કલેક્ટરે દીવને કોરોનાં મુક્ત જાહેર કર્યું હતું.
જો કે કોરોનાના કેસો ના વધે એટલે દીવ પ્રશાસને માસ્ક ન પહેરવાનો દંડ વધારીને પાંચસો રૂપિયા કરી દીધો છે. દીવમાં આવતા પ્રવાસીઓ માસ્ક વગર ફરવા લાગતા દીવ પ્રશાસને માસ્ક ન પહેરવા બદલ કરાતો દંડ વધારી દીધો છે. આ કારણે હવે દીવમાં જવું હશે તો માસ્ક ફરજિયાત પહેરવો પડશે.
દિવાળીનાં તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ દીવમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં દીવનાં નગવા બીચ અને કિલ્લા પર પ્રવાસીઓ ઉમટી પડયા હતા. હજારો પ્રવાસીઓ દીવમાં ઉમટી પડયા હતા અને મોટા ભાગના કોરોનાના ખતરાને અવગણીને માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. તેમણે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન પણ ન કરતાં પ્રશાસને આકરા બનીને માસ્ક નહીં પરેહવા પર દંડ વધાર્યો છે.
દીવ કલેકટર સલોની રાયે પ્રેસ કોંફરન્સ યોજી દીવ કોરોના મુક્ત હોવાની જાહેરાત કરી છે. દીવ પ્રશાસન દ્વારા માસ્ક ન પહેરનારા સહેલાણીઓ અને સામાન્ય લોકો માટે દંડની રકમ વધારી છે. અત્યાર સુધી માસ્ક વિના ફરતા લોકોને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ હવેથી તે દંડની રકમ વધારી 500 રૂપિયા કરી દેવામાં આવી છે. મોટા ભાગના મુખ્ય રોડનાં સર્કલ પર દીવ પોલીસને તૈનાત કરી ચેકીંગ હાથ ધરાયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
શિક્ષણ
Advertisement