Biporjoy: છેલ્લા બે કલાકમાં વરસાદે મોરબીને ઘમરોળ્યુ, આંકડામાં જુઓ ક્યાં કેટલો પડ્યો ?
બિપરજૉયના લેન્ડફૉલ બાદ મોરબી જિલ્લમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, હવે આના આંકડા સામે આવ્યા છે
Biporjoy: બિપરજૉય વાવાઝોડાએ લેન્ડફૉલ બાદ તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદનું જોર વધ્યુ છે. વાવાઝોડા બાદ આવેલા ભારે વરસાદે આખા જિલ્લાને ઘમરોળી નાંખ્યુ છે. મોરબીના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. જાણો અહીં આંકડામાં માહિતી....
બિપરજૉયના લેન્ડફૉલ બાદ મોરબી જિલ્લમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, હવે આના આંકડા સામે આવ્યા છે. મોરબી જિલ્લામાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો ?
- ટંકારા 22 mm વરસાદ
- માળિયા 48 mm વરસાદ
- મોરબી 18 mm વરસાદ
- વાંકાનેર 27 mm વરસાદ
- હળવદ 20 mm વરસાદ
છેલ્લા 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ વરસાદ
કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ વરસાદ
દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ
કચ્છના અંજારમાં 3.5 ઇંચ વરસાદ
જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ વરસાદ
બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ
કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ વરસાદ
નોંધનીય કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે. વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.