શોધખોળ કરો

Biporjoy: બનાસકાંઠાના કાંકરેજમાં વરસાદ-પવને છતના પતરાં ઉડાડ્યા, તારાજીના દ્રશ્યો આવ્યા સામે

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ગઇ રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, અને ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે, આ પવનોના કારણે ગામમાં અનેક ઘરોની છતોના છાપરાં ઉડી ગયા છે,

Biporjoy: બિપરજૉય વાવાઝોડાના કારણે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી આફત સામે આવી છે, સૌરાષ્ટ્ર-કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાત પાણીમાં ગરકાવ થઇ ગયુ છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ પણ ઉત્તર ગુજરાત માટે ખતરો યથાવત છે, ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં સ્થિતિ વિકટ બની છે, અહીં કાંકરેજ ગામમાં કેટલાય મકાનોની છતો ઉડી ગઇ છે. જુઓ તારાજીના દ્રશ્યો....   

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ગઇ રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, અને ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે, આ પવનોના કારણે ગામમાં અનેક ઘરોની છતોના છાપરાં ઉડી ગયા છે, કેટલાય ઘરોમાં પતરાં ઉડી જતાં ઘરવખરીને પણ મોટુ નુકસાન પહોંચ્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ ઉપરાંત ખેમાણા, ડુગરાસણ, ચેખલા સહિતના વિસ્તારોમાં વાવાઝોડાથી કેટલાય મકોનોના છતના પતરાં ઉડયા છે. 

તોતિંગ વૃક્ષ પડતાં એકબાજુનો આખો રસ્તો બ્લૉક

બિપરજૉય વાવાઝોડાના કાંઠા વિસ્તારના લેન્ડફૉલ બાદ ગુજરાતમાં તબાહીના દ્રશ્યો શરૂ થઇ ગયા છે, કાંઠા વિસ્તારમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડા અને વરસાદે ઉત્તર ગુજરાતમાં કેર વર્તાવવાનો શરૂ કર્યો છે. પાટણમાં હવે ભારે પવનના કારણે ઠેર ઠેર વીજ પૉલ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાટણમાં અત્યારે પાટણ -હારીજ હાઇવે પર ઝાડ પડી જતાં રસ્તો બ્લૉક થઇ ગયો છે. માહિતી પ્રમાણે, ગઇ રાત અને આજે સવારે વરસાદે ધોધમાર વરસાદના કારણે પાટણમાં વીજ પૉલ ધરાશાયી થયા છે અને ઠેર ઠેર વૃક્ષો ઉખડી ગયા છે. પાટણ - હારીજ માર્ગ પર એક તોતિંગ વૃક્ષ પડવાથી એકબાજુનો આખો રસ્તો જામ થઇ ગયો છે, હાલમાં આ રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોને તકલીફ વધુ ના પડે તે માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક ધોરણે વન વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને વૃક્ષને ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. પાટણ જિલ્લામાં વરસાદે કેર વર્તાવ્યો છે, ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાં ઘરના પતરાં ઉડ્યા છે, તો વળી ક્યાંક વીજ પૉલ અને વૃક્ષો ધરાશાયી થવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

સતત બે દિવસ થી મૂશળધાર વરસાદ, એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટ માં ફેરવાયો

બિપરઝોડ વાવાઝોડુ પસાર થઇ ગયું પરંતુ તોફાન બાદ તેની અસર હજુ પણ રાજ્યમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. પાટલ જિલ્લામાં પણ પવન સાથે વરસતાં વરસાદે અનેક વિસ્તારને પાણી પાણી કરી દીધા છે.અહીં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ રાઘનપુર શહેરમાં વરસ્યો છે. રાત્રિ દરમ્યાન ભારે પવન સાથે અત્યાર સુધીમાં અહીં 4 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. 4 ઇંચ થી વધુ વરસાદ વરસતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જલારામ સોસાયટી બાહારના  રોડ ઉપર પાણી ભરાઇ જતાં રસ્તા જળમગ્ન થઇ ગયા છે. ઉપરાંત અનેક જગ્યાએ વીજ વાયરો તૂટી જતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. સાંતલપુર,રાધનપુર તાલુકામાં ધોધમાર વરસાદને કારણે  એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટ માં ફેરવાયો  છે.સાંતલપુરના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટ માં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ઢીંચણ સમાં પાણી ભરાતાં તાં સોલાર પ્લાન્ટ માં કરોડો રૂપિયાનીનું નુકસાન થયું છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ ફાંગલી પ્રાથમિક શાળામાં વાવાઝોડાંએ વિનાશ વેર્યો છે અહીં શાળામાં આવેલ તમામ વૃક્ષ ધરાશાયી થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Embed widget