ગુજરાતની કઈ પાલિકા પર ભાજપે મળવ્યો કબ્જો? જાણો કેવી રીતે મેળવી સત્તા?
આજે અપક્ષમાંથી જીતેલ અને એમઆઈએમના ટેકાથી સત્તા મેળવેલ અને પ્રમુખ બનેલ અપક્ષના સંજય સોની ગોધરા કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. સોનીના ભાજપમાં જોડાતા હવે ગોધરા નગરપાલિકામાં સંપૂર્ણ સત્તા ભાજપની થઈ ગઈ છે.
ગોધરાઃ પંચમહાલ જિલ્લાની ગોધરા નગર પાલિકા પર ભાજપે કબ્જો મેળવ્યો છે. અપક્ષ પાલિકા પ્રમુખે ભાજપનો ખેસ પહેરી લીધો છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં અપક્ષે ગોધરા નગરપાલિકામાં સત્તા મેળવી હતી. થોડા દિવસ પહેલા ગોધરા નગર પાલિકાની તમામ સમિતિ પર ભાજપે કબ્જો મેળવ્યો હતો.
આજે અપક્ષમાંથી જીતેલ અને એમઆઈએમના ટેકાથી સત્તા મેળવેલ અને પ્રમુખ બનેલ અપક્ષના સંજય સોની ગોધરા કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. સંજય સોનીના ભાજપમાં જોડાવાથી હવે ગોધરા નગરપાલિકામાં સંપૂર્ણ સત્તા ભાજપની થઈ ગઈ છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓનું દિલ્લીમાં પાર્ટી લીડર સાથે મુલાકાતને લઈને સામે આવ્યા સૌથી મોટા સમાચાર? જાણો, શું કરી રજૂઆત?
અમદાવાદઃ દિલ્હી બેઠક કરીને પરત ફરેલા કોંગ્રેસના MLA હિમ્મતસિંહ પટેલે નિવેદન આપ્યું છે કે, ખાલી પદો પર ખૂબ જલ્દી નિમણુંકો થઈ જશે. કે સી વેણુગોપાલ સાથે ખૂબ સરસ મિટિંગ થઈ છે. ગુજરાતથી નેતાઓ તેમને મળવા ગયા તે તેમને ગમ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના રોડમેપ અંગે ચર્ચા થઈ. હાલ ગુજરાતમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે તે અંગે ચર્ચા થઈ. પ્રભારી સિવાયનું કોઈ પદ ખાલી ન કહેવાય. પ્રમુખ તરીકે અમિતભાઇ અને વિપક્ષી નેતા તરીકે પરેશભાઈ કાર્યરત છે. જે નિમણુંકો થવાની છે તે જલ્દી જ થઈ જશે.
ગઈ કાલે દિલ્હી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ સાથે બેઠક મળી હતી. ગુજરાતના નેતાઓ પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે વાત કરી હતી. પોતાની રજૂઆતો અંગે વેણુગોપાલ સાથે ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે, નરેશ રાવલના ઘરે 3 વાર બેઠક કરનારા નેતાઓ દિલ્હીમાં રજુઆત કરી હતી. પ્રમુખ રહી ચૂકેલા લોકો સિવાય અન્ય ચહેરાને પ્રમુખ બનાવવાની મુખ્ય માગણી કરી હતી. વિધાનસભાની આગામી ચૂંટણી અંગે કોંગ્રેસ કેવી રીતે કરી શકે કામગીરી તે અંગે ચર્ચા હતી.
ગુજરાત કોંગ્રેસના 6 ધારાસભ્યો અને 1 સાંસદ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, વિરજી ઠુમમર અને ભીખાભાઇ જોશી, નરેશ રાવલ, સાગર રાયકા, રાજુભાઇ પરમાર, અમીબેન યાજ્ઞિક, જગદીશ ઠાકોર, ગૌરવ પડ્યા પણ બેઠકમાં હાજર છે. જ્યારે હિમાંશુ વ્યાસ, તુષાર ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.