Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે.
Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. તો બીજી તરફ ધરમપુર નગરપાલિકા કોંગ્રેસમુક્ત થઈ છે. કુલ 44 બેઠકોમાંથી 41 બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે 2 બેઠક પર અપક્ષ ઉમેદવારો અને અને માત્ર 1 જ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
વલસાડની ધરમપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
કુલ 24 બેઠકોમાંથી 20 બેઠક પર ભાજપનો વિજય થયો છે. 4 બેઠકો પર અપક્ષનો વિજય થયો છે. આમ ધરમપુર નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ છે.
વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.. આ સાથે જ કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઐતિહાસિક પ્રદર્શનને કારણે બીજેપીની છાવણીમાં ઉત્સાહનો માહોલ છે તો નવસારીના વાંસદા તાલુકા પંચાયતની એક બેઠક અને ડાંગ જિલ્લા પંચાયતની એક બેઠક પર પણ ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે.
પરિણામો બાદ પ્રતિક્રિયા આપતા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વ્યક્તિગત રીતે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલ પર પણ આક્ષેપો કર્યા હતા. નકારાત્મક રાજનીતિને કારણે અનંત પટેલ અને કોંગ્રેસની આવી દશા થઈ હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ધવલ પટેલે અનંત પટેલને બહાનાબાજ અને આંદોલનબાજ નેતા ગણાવ્યા હતા. હવે પછીના સમયમાં કોંગ્રેસ અને અનંત પટેલની પણ હારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આમ સાંસદ ધવલ પટેલે અનંત પટેલ પર આક્ષેપો કરતા વલસાડ જિલ્લા અને આદિવાસી વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે.
ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન
ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી. મહેસાણાની બંને નગરપાલિકા પર ભાજપે જીત મેળવી હતી. ખેરાલુ અને વડનગર પાલિકામાં પણ ભાજપનું શાસન રહેશે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન રહેશે. ગાંધીનગરની 28 પૈકી 20 પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગરની 28 પૈકી 8 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સોળે કળાએ કમળ ખિલ્યું હતું. પ્રાંતિજમાં 24 પૈકી 19 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. તલોદમાં 24 પૈકી 22 બેઠક ભાજપના ફાળે ગઇ હતી. ખેડબ્રહ્મામાં 28 પૈકી 17 બેઠક ભાજપના ફાળે આવી હતી. વલસાડની 44માંથી 41 બેઠક પર ભાજપની જીત થઇ હતી. પારડીની 28માંથી 22 બેઠક પર ભાજપની જીત થઇ હતી. નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં ભાજપની જીત થઇ હતી.
આ પણ વાંચો....
Ranavav Election Result: રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ,નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીનો કબજો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
