શોધખોળ કરો

Ranavav Election Result: રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ,નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીનો કબજો

Ranavav Election Result: રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે.

Ranavav Election Result: રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. તમને જણાવી દઈએ કે, અહીં કાંધલા જાડેજા ધારાસભ્ય છે. તો બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઈ છે. તમને જણાવી દઈએ કે, કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ એનસીપીમાં હતા.

તમને જણાવી દઈએ કે, પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુતિયાણામાં 59.83 ટકા મતદાન અને રાણાવાવ પાલિકામાં કુલ 50.19 ટકા મતદાન થયું હતું. આજે એટલે કે, મંગળવારે મત ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં રાણાવાવમા 7 વોર્ડના 7 રાઉન્ડમાં તથા કુતિયાણામાં 6 વોર્ડમાં 6 રાઉન્ડમાં મત ગણતરી થઈ છે. રાણાવાવમાં 7 ટેબલ અને કુતિયાણામાં 3 ટેબલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.

 ઉલ્લેખનીય છેકે, રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં તમામ 7 વોર્ડમાં ભાજપના 28 અને સમાજવાદી પાર્ટીના 28 ઉમેદવારો તથા કુતિયાણા નગર પાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં ભાજપના 24 અને સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા  મહત્વની વાત એ છે કે આ વખતે કુતિયાણા પાલિકાની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની મીટ મંડાઈ હતી. કુતિયાણા પાલિકામાં અત્યાર સુધી એટલે કે 1985 થી ઢેલીબેન ઓડેદરાનું શાશન ચાલતું હતું. આ વખતે ઢેલીબેન ઓડેદરાની સામે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તેના સગ્ગા ભાઈ કાના સહિતની ટીમ સમાજવાદી પાર્ટીમાંથી પાલિકામાં ઉતારી હતી. જોકે, કુતિયાણા બેઠક પરથી ટાઈ થઈ છે.

ભાજપ-સમાજવાદી પાર્ટીને ફાળે 10-10 બેઠકો આવતા રસાકસી

પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામ્યો છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે, આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે. કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે. 

કાંધલ જાડેજા કુતિયાણા વિધાનસભાના લોકપ્રિય યુવાન નેતા
કાંધલ જાડેજા છેલ્લી ત્રણ ટર્મથી કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે, તેમની આ વિસ્તારની લોકપ્રિયતા અને તેમના દ્વારા કરેલા કામો થકી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાંધલ જાડેજા દ્વારા તેમના વિધાનસભા મતવિસ્તારના ખેડૂતો માટે ઉનાળાના સમયમાં અને જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે, તેવા સમયે સ્વયંમ તેમના સ્વખર્ચે તમામ ખેડૂતોને પિયતનું પાણી પણ તેઓ છેલ્લાં 15 વર્ષથી પૂરું પાડે છે. આ સિવાય કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અન્ય કામોને લઈને પણ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. જેથી પ્રથમ વખત કાંધલ જાડેજા સ્વયંમ તેમના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ 24 બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે, જેને લઈને કુતિયાણા નગરપાલિકાનો જંગ ખૂબ જ રોચક બનવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો.....

Gujarat Panchayat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
હવે દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે! પ્રવાસીઓ માટે ખર્ચો વધ્યો! એપ્રિલથી નવો નિયમ લાગુ
હવે દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે! પ્રવાસીઓ માટે ખર્ચો વધ્યો! એપ્રિલથી નવો નિયમ લાગુ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર ઉપરાંત સરકાર નવી પેન્શન સ્કીમમાં આપશે આટલો મોટો હિસ્સો
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર ઉપરાંત સરકાર નવી પેન્શન સ્કીમમાં આપશે આટલો મોટો હિસ્સો
સુસાઈડ પ્લાન્ટ: એવો તે કયો છોડ કે અડતા જ મરવાનું મન થાય? સાપના ઝેરથી પણ વધુ ખતરનાક!
સુસાઈડ પ્લાન્ટ: એવો તે કયો છોડ કે અડતા જ મરવાનું મન થાય? સાપના ઝેરથી પણ વધુ ખતરનાક!
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Embed widget