શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પેટા ચૂંટણી: ભાજપના સ્ટાર પ્રચારકોમાં કોનો-કોનો કરાયો સમાવેશ ? જાણો વિગત
ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈને આજે ઉમેદવારી નોંધાવવાની મુદ્દત પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈને આજે ઉમેદવારી નોંધાવવાની મુદ્દત પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપના 30 નેતાઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
આ યાદીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેંદ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, કેંદ્રીય મંત્રી મનસુખ માંડવીયા,સાંસદ ભારતી બેન શિયાળ, આઈકે જાડેજા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ભાજપ અને કૉંગ્રેસના તમામ ઉમેદવારો તરફથી ફોર્મ ભરવામાં આવ્યા છે. 19 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. 16 ઓક્ટોબર એટલે કે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. 19 ઓક્ટોબર સુધી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. પેટા ચૂંટણીને લઈને 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion