શોધખોળ કરો

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Surat: સુરતની મેડિકલ કોલેજમાં રેગિંગનો શિકાર બનેલા જુનિયર તબીબ ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા બાદ સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચર્ચાસપદ રેગિંગકાંડમાં હવે દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડૉ. દિક્ષિતા ઘેવરીયાએ પોલીસ સમક્ષ પસ્તાવો ન દર્શાવ્યો.
  • જુનિયર તબીબોએ બોન્ડને કારણે રેગિંગ સહન કર્યાનું જણાવ્યું.
  • HOD, ડીનની નિષ્ફળતા બાદ કોલેજે જવાબદારી સુનિશ્ચિત કરી.

Surat: સુરતની મેડિકલ કોલેજમાં રેગિંગનો શિકાર બનેલા જુનિયર તબીબ ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા બાદ સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચર્ચાસપદ રેગિંગકાંડમાં હવે દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કેસની મુખ્ય સૂત્રધાર ડૉ. દિક્ષિતા ઘેવરીયાની ગઈકાલે પોલીસ સ્ટેશનમાં હાજરી અને વર્તનથી ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રેગિંગ અટકાવવામાં નિષ્ફળ રહેલા કૉલેજ તંત્ર સામે પણ કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મુખ્ય આરોપી ડૉ. દિક્ષિતા ઘેવરીયાનું 'અફસોસ'નું નાટક

રેગિંગકાંડમાં નામજૂદ 4 તબીબો પૈકી મુખ્ય આરોપી એવી ડૉ. દિક્ષિતા ઘેવરીયા ગઈકાલે પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થઈ હતી. પોલીસ મથકે પહોંચતી વખતે તેના ચહેરા પર કોઈ પસ્તાવો દેખાતો નહોતો. તેણે મીડિયા સમક્ષ દુઃખદ ઘટના બની તેનો અફસોસ છે તેમ કહીને અફસોસ કરવાનું નાટક કર્યું હતું તેમજ ન્યાયતંત્ર પર વિશ્વાસ હોવાની મોટી ડંફાસો મારી હતી. જોકે, પોતાના પર લાગેલા ગંભીર આરોપો અંગે કંઈ પણ બોલવાનો તેણે ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો...અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

30 જુનિયર તબીબોના ચોંકાવનારા નિવેદન: "બોન્ડ ન હોત તો વિભાગ છોડી દીધો હોત"

તપાસ કમિટી સમક્ષ 30 જેટલા રેસિડેન્ટ તબીબોએ હાજર થઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જુનિયર તબીબોએ કમિટીને જણાવ્યું હતું કે સિનિયરો દ્વારા આચરવામાં આવતા અસહ્ય ત્રાસ અને રેગિંગથી તેઓ કંટાળી ગયા હતા. જો લાખો રૂપિયાના બોન્ડ ભરવાની મર્યાદા ન હોત, તો તેમણે ક્યારનોય આ વિભાગ છોડી દીધો હોત.

HOD અને ડીનની કાર્યવાહી શંકાના ઘેરામાં: ડૉ. સુમૈયા મુલ્લા પર સસ્પેન્શનની તલવાર

મૃતક ડૉ. હર્ષ પંડ્યા સહિતના જુનિયર તબીબો સિનિયરોની હેરાનગતિ અંગે વિભાગના વડા (HOD) ડૉ. સુમૈયા મુલ્લાને ફરિયાદ કરવા પણ ગયા હતા, પરંતુ ડૉ. સુમૈયા તેમને મળ્યા જ નહોતા. સિનિયરો અને HODના આંખ મીચામણાને કારણે જ આ હોનારત સર્જાઈ હોવાના આરોપો લાગી રહ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ પણ ડીન અને પ્રોફેસરને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યા હતા. હાલની સ્થિતિએ HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે કડક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સ્મીમેર મેડિકલ કોલેજનો મોટો નિર્ણય: રેગિંગ થશે તો હવે HOD અને યુનિટ હેડ જવાબદાર

ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યાની ગંભીર ઘટના બાદ સ્મીમેર મેડિકલ કોલેજ તંત્ર સક્રિય થયું છે અને મહત્વનો નિર્ણય લીધો છે:

  • HOD ની સીધી જવાબદારી: હવેથી જો કોલેજમાં કોઈ વિદ્યાર્થીનું રેગિંગ થશે, તો માત્ર એન્ટિ-રેગિંગ કમિટી જ નહીં પરંતુ સંબંધિત HOD અને યુનિટ હેડ પણ સીધા જવાબદાર ગણાશે.
  • ત્વરિત પગલાં: રેગિંગની કોઈ ફરિયાદ કે સંકેત મળે તો તુરંત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  • સાક્ષીઓનું રક્ષણ: રજૂઆત કરનાર ફરિયાદી કે સાક્ષી તબીબ સામે કોઈ બદલાની ભાવના કે પ્રતિકાર ન થાય તેની સંપૂર્ણ જવાબદારી HODની રહેશે.
  • જાગરૂકતા: તમામ નવા આવતા વિદ્યાર્થીઓને કૉલેજની એન્ટિ-રેગિંગ નીતિથી માહિતગાર કરવામાં આવશે.

Frequently Asked Questions

સુરતની મેડિકલ કોલેજમાં કઈ ઘટના બની?

જુનિયર તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ રેગિંગનો શિકાર બન્યા બાદ આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી રાજ્યભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મુખ્ય આરોપી ડૉ. દિક્ષિતા ઘેવરીયાનું પોલીસ સ્ટેશનમાં વર્તન કેવું હતું?

પોલીસ સ્ટેશનમાં તેના ચહેરા પર કોઈ પસ્તાવો દેખાતો નહોતો. તેણે દુઃખદ ઘટનાનો અફસોસ હોવાનું નાટક કર્યું પણ આરોપો અંગે બોલવાનો ઇનકાર કર્યો.

રેગિંગ અટકાવવામાં નિષ્ફળ રહેલા કૉલેજ તંત્ર સામે શું પગલાં લેવાઈ રહ્યા છે?

HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે કડક કાર્યવાહી અને સસ્પેન્શનની શક્યતા છે, કારણ કે તેમણે જુનિયર તબીબોની ફરિયાદ સાંભળી નહોતી. આરોગ્ય મંત્રીએ ડીન અને પ્રોફેસરને જવાબદાર ગણાવ્યા છે.

સ્મીમેર મેડિકલ કોલેજે રેગિંગ રોકવા શું નવા નિર્ણયો લીધા છે?

હવેથી જો રેગિંગ થશે, તો સંબંધિત HOD અને યુનિટ હેડ સીધા જવાબદાર ગણાશે. ત્વરિત પગલાં લેવા અને સાક્ષીઓનું રક્ષણ કરવાના આદેશ પણ અપાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Embed widget