હાલમાં રાજ્ય પર 5 અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે, જેમાં લો પ્રેશર, મોન્સુન ટ્રફ, શિયર ઝોન અને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આના કારણે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી: આજે મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ; સપ્ટેમ્બર સુધી રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ રહેશે.

- ગુજરાતમાં પાંચ સિસ્ટમ સક્રિય, 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ.
- આજે મહિસાગર, પંચમહાલ, દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ સંભવ છે.
- નર્મદા જળસ્તર વધશે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વ્યાપક મેઘમહેર ચાલુ રહેશે.
Gujarat Weather Update: ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ રમવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી મુજબ, હાલમાં રાજ્ય પર એકસાથે 5 અલગ-અલગ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જેમાં લો પ્રેશર, મોન્સુન ટ્રફ, શિયર ઝોન અને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ પાંચેય સિસ્ટમની અસરને પગલે આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ રહેશે. જોકે, આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે.
કયા જિલ્લાઓમાં અપાયું છે એલર્ટ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની તીવ્રતાને જોતા આજે મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કેટલાક છૂટાછવાયા સ્થળો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે.
આવતીકાલની એટલે કે 13 ઓગસ્ટની વાત કરીએ તો, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હોવાથી ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસું મહેરબાન રહ્યું છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ કરતા 2 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ, દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે તેમ હોવાથી સાવચેતીના પગલાંરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી: ક્યારે અને ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગની સાથે સાથે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને કેટલાક મહત્વના વરતારા કર્યા છે. તેમના જણાવ્યા મુજબ:
આગામી 24 કલાક: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
નર્મદાના જળસ્તરમાં થશે વધારો: 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેની સીધી અસર ગુજરાતના સરહદી વિસ્તારોમાં જોવા મળશે અને નર્મદા નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ખેડૂતો માટે ફાયદાકારક: 17 થી 19 ઓગસ્ટની વચ્ચે મઘા નક્ષત્ર બેસશે. આ નક્ષત્રમાં પડનારા વરસાદી ઝાપટાં ખેડૂતોના ઊભા પાક માટે જીવાદોરી સમાન અને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
ઓગસ્ટ અંતમાં જામશે માહોલ: 23 થી 28 ઓગસ્ટ સુધી પણ રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જળવાઈ રહેશે.
અરબી સમુદ્રમાં હિલચાલ: ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ફરીથી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેના પરિણામે ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.
સપ્ટેમ્બરમાં પણ મેઘમહેર: 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આખા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 સપ્ટેમ્બર પછી પણ રાજ્યમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
Frequently Asked Questions
ગુજરાતમાં વરસાદ માટે કઈ કઈ સિસ્ટમ સક્રિય છે?
આજે અને આવતીકાલે કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે?
આજે મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે સાબરકાંઠા સહિત 7 જિલ્લામાં યલો એલર્ટ. આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ અપાયું છે.
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદ અંગેની મુખ્ય આગાહીઓ શું છે?
અંબાલાલ પટેલ મુજબ, 13-15 ઓગસ્ટે MPમાં વરસાદથી નર્મદા જળસ્તર વધશે. 17-19 ઓગસ્ટનો વરસાદ ખેડૂતોને લાભદાયી રહેશે. ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ રહેશે.
માછીમારોને શું સૂચના આપવામાં આવી છે?
દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે તેમ હોવાથી, સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.





















