ગોઝારો બુધવારઃ ગુજરાતમાં આજે એક જ દિવસમાં 6-6 અપમૃત્યુ, જાણો ક્યાં કેવી રીતે થયું મોત?
ગુજરાત માટે આજે બુધવારો ગોઝારો સાબિત થયો છે. આજે એક જ દિવસમાં 6-6 અપમૃત્યુ થયા છે. બનાસકાંઠામાં એક, વડોદરામાં એક, ખેડામાં 2, દાહોદમાં એક અને અમરેલીમાં એકનું મોત.
અમદાવાદઃ ગુજરાત માટે આજે બુધવારો ગોઝારો સાબિત થયો છે. આજે એક જ દિવસમાં 6-6 અપમૃત્યુ થયા છે. આ તમામ અપમૃત્યુની વાત કરીએ તો ખેડામાં ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામે બે સગી બહેનોને સાપે ડંખ મારતા મોત નિપજ્યું છે. પોતાના ઘર આંગણે સુઈ ગયેલી બે સગી બહેનોને સાપે ડંખ માર્યો હતો. સાપે ડંખ મારતા બંને બહેનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. છ વર્ષની રવ્યા અને દસ વર્ષની સાવિત્રી બંને બહેનોનું મોત નીપજ્યું છે. અમૃતપુરા ગામ સહિત પરિવાર શોકમાં ડૂબ્યો.
બનાસકાંઠામાં દાંતા તાલુકાના વેકરી ગામે વીજળી પડતાં યુવકનું મોત નીપજ્યું છે. ગત રાત્રે રસ્તામાં જઈ રહેલ આદિવાસી યુવક પર વીજળી પડી હતી. યુવકના મોતથી પરિવારજનોમા દુઃખની લાગણી ફરી વળી છે. પરિવારજનો યુવકના મૃતદેહનું પીએમ કરાવશે. બનાસકંઠા સરહદી વાવમાં વધુ એક વખત વીજળી પડવાની ઘટના બની છે. મોડી રાત્રે વાવના વાછરડા ગામે વીજળી પડતા બે ભેંસોના મોત. ખેતરમાં બાંધેલ બે ભેંસો પર વીજળી પડતા થયું મોત. બે ભેંસોના મોત થતા ખેડૂતને આર્થિક નુકશાન. સરપંચ, તલાટી સહિતની ટીમ પહોંચી ઘટના સ્થળે.
વડોદરામાં પોર ગામે આશિષ સોસાયટીમાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ ગાડીએ બે વર્ષના બાળકને કચડી નાંખતા મોત નીપજ્યું છે. વડોદરાના પોર ગામે આશિષ સોસાયટીમાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ વાન આવી હતી. ઘર નંબર 31માં રહેતા નિખિલ ગાંધીના બે વર્ષીય પુત્ર જેનિલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. જેનિલ ઘરના બારણા પાસે રમતો હતો. એટલામાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ સોસાયટીમા ડિલિવરી માટે આવી હતી. ગાડી ડ્રાઇવરે રિવર્સ લેતા બે વર્ષના જેનિલ બાળક ઉપર પાછળનું ટાયર ફરી વળ્યું હતું. ઘર પાસે જ બે વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજતા બાળકના માતા પિતા પર આભ તૂટી પડ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી. વરણામાં પોલીસ તાત્કાલિક સ્થળે દોડીઆવી હતી. બાળક ને pm અર્થે પોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બે વર્ષના માસૂમ બાળક જેનિલનું મૃત્યુ થતા મા, બાપ, પરિવાર તેમજ સોસાયટીના વ્હાલ સોયો દીકરો ગુમાવતા સોસાયટીમાં શોકનો માહોલ છે.
દાહોદમાં દિવાલ પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ ઘાયલ થયા છે. અભલોડ ગામની ઘટના છે. દિવાલ પડતા ચાર લોકો દબાયા હતા. ઘરનું કામ ચાલતું હતું તે દરમિયાન એક તરફની જૂની દીવાલ ધરાશાયી થઈ. ઘટનામા ત્રણ લોકો ઘાયલ થયા છે. 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે. મૃતદેહને ગઈ સાંજે પોસ્ટમોર્ટમ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. મહિલાનું મોત થતા વિસ્તારમાં ગમગમીનો માહોલ.
અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે રાતે ઝૂંપડાંમાં સૂતેલ એક વૃદ્ધ મહિલાને આદમ ખોર દીપડાએ ફાડી ખાધી છે. જેને કારણે ઘટના સ્થળે વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. જાબાળ ગામ નજીક રાતે માતા પુત્રી ઝૂંપડામાં સુતા હતા તે દરમિયાન આદમખોર દીપડો ઝૂંપડામાં આવી ચડયો હતો પુત્રીની સામે જ આદમખોર દીપડા માતાને ઢસડીને વૃદ્ધ શારદાબેનને ફાડી ખાધી. પુત્રી દીપડાને ભગાડે તે પહેલા પુત્રીની સામે જ માતાએ જીવ છોડી દીધો. દીકરીએ પિતાની છત્રછાયા અગાઉ ગુમાવી દીધી હતી. માતાની છત્ર છાયા નીચે દીકરી જીવતી હતી ત્યારે આ આદમખોર દીપડાએ દીકરી ની છત્રછાયા દીપડા એ યમ બની છીનવી લીધી.