બોરસદ વાસદ સિક્સ લેન રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બેનાં ઘટનાસ્થળે મોત
બોરસદ વાસદ સિક્સ લેન પર અકસ્માત સર્જાયો હતો. દાવોલ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
બોરસદ વાસદ સિક્સ લેન રોડ પર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, બોરસદ વાસદ સિક્સ લેન પર અકસ્માત સર્જાયો હતો. દાવોલ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતને પગલે લોકો એકઠા થયા હતા. દુર્ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 5 લોકોના મોત
ACCIDENT: ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન 108માં મોત થયું છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. હાલ મૃતદેહોને ગાડી તોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતના બનાવ બનતા લોકોનાં ટોળા ઘટના સ્થળે એકઠા થયા છે. આ અકસ્માતના બનાવમાં કુલ પાંચ લોકોને કાળ ભરખી ગયો છે. ભાવનગરની જાણ થતા જ 108ની ટીમ થઈ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. જો કે આ પરિવાર ક્યાનો રહેવાસી છે તે હજુ સામે આવ્યું નથી.
ભાજપ અમારી દિવાળી બગાડશે તો એમની દેવ દિવાળી બગડશે
બનાસકાંઠા જિલાના પેછડાલ ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન મળ્યું હતું. જિલ્લામાં પાંચમા સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં ચૌધરી સમાજના આગેવાનોએ નિર્ણય કર્યો કે આગામી 30મી તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજી વિધાનસભાની ચૂંટણીની રાહ નક્કી કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામમાં અર્બુદા સેના ગુજરાતના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં બાઈક રેલી અને મહાસંમેલન મળ્યું હતું. સમાજનું પ્રતિક પાઘડીની ઉપસ્થિતિમાં આયોજિત ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં બનાસકાંઠા સહિત 4 જિલ્લાના ચૌધરી સમાજના આગેવાન અને મહિલા હાજર રહ્યા હતા. અર્બુદા સેનાના મહાસંમેલનમાં દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, આપના દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી, આપના ડીસા વિધાનસભાના ઉમેદવાર રમેશ ચૌધરી સહિત અર્બુદા સેનાના આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતાં. ભાજપની ગોરવયાત્રા પર પ્રહારો કર્યા હતા અર્બુદા સેનાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સરદાર પટેલે ચીમકી ઉચારી હતી કે વિપુલ ચૌધરીને છોડવામાં નહિ આવે તો અમે ભાજપના રાજકીય કાર્યક્રમોનો વિરોધ કરીશું.