Accident: ડાંગ નજીક યાત્રાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Accident: ડાંગ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડાંગના સાપુતારા માલેગામ ઘાટ પાસે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.

Accident: ડાંગ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડાંગના સાપુતારા માલેગામ ઘાટ પાસે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. તાત્કાલિક બસમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું અને ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો.
સામે આવેલી વિગતો અનુસાર, મધ્યપ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે 4 વાગે થયેલા અકસ્માતમાં 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. તમામને નજીકની સામગહાન સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બચાવ અને રાહતકાર્ય હાથ ઉપર નજર રાખી રહ્યા છે.
આ બસ અંગે સામે આવેલી માહિતી અનુસાર આ બસ ચારધામની યાત્રા કરીને પરત ફરી રહી હતી ત્યારે ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરના મોત થયા છે. બસમાં 50થી વધુ યાત્રાળુઓ સવાર હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ સીધી ખીણમાં જઈને પડી હતી. આ દુર્ઘટનામાં પાંચના મોત થયા છે જ્યારે અનેક મુસાફરોને ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી દીધી હતી. આ ઉપરાંત પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
કુંભમાં ફરી બની આગની ઘટના
પ્રયાગરાજ મહાકુંભમાં આગની ઘટનાઓ સિલસિલાવાર બની રહી છે. શનિવારે મોડી સાંજે સેક્ટર 18માં આવેલા કલ્પવાસીઓના કેમ્પમાં આગ ફાટી નીકળી હતી. આગના કારણે બે ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. ટેન્ટમાં રાખેલી તમામ વસ્તુઓ પણ બળીને રાખ થઈ ગઈ હતી. ઘરવખરીની ચીજવસ્તુઓ સાથે રોકડમાં રાખેલા 80 હજાર રૂપિયા પણ બળીને રાખ થઈ ગયા હતા. આ આગ સેક્ટર 18ના દાંડી સ્વામી નગરમાં રામકૃષ્ણ આશ્રમ કેમ્પમાં લાગી હતી.
રસોડાના ગેસ પર ચા બનાવતી વખતે લીકેજના કારણે આગ લાગી હતી. આગમાં એક ભક્તને સામાન્ય ઈજા થઈ હતી. આજુબાજુના કેમ્પના લોકોએ ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો. સળગતા સિલિન્ડર પર ડોલ મૂકી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બંને ટેન્ટમાં રાખેલી તમામ ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. બંને ટેન્ટમાં નવ ભક્તો રોકાયા હતા.
આ પણ વાંચો....
Budget 2025: લેધર ઈન્ડસ્ટ્રી... નાણામંત્રીએ આટલું કહેતા જ આ કંપનીના શેરમાં આવી તોફાની તેજી, રોકેટ બન્યો સ્ટોક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
