શોધખોળ કરો
Advertisement
અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે બસનો અકસ્માત, 21ના મોત, 30થી વધુ ઘાયલ
અંબાજી પાસે ત્રિશુળીયા ઘાટ પાસે એક ખાનગી બસ પલટી મારતા 21ના મોત, 30થી વધુ ઘાયલ થયા છે.
અમદાવાદ: અંબાજી પાસે ત્રિશુળીયા ઘાટ પાસે એક ખાનગી બસ પલટી મારતા 21 લોકોના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અંબાજીના ત્રિશુળીયા ઘાટના રસ્તા પર એક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ હતી.
અંબાજી પાસેના ગમખ્વાર અકસ્માતને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. ગુહમંત્રી અમિત શાહે પણ બનાસકાંઠાના અકસમાત અંગે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યુ છે.
Devastating news from Banaskantha. I am extremely pained by the loss of lives due to an accident. In this hour of grief, my thoughts are with the bereaved families.
The local administration is providing all possible help to the injured. May they recover soon. — Narendra Modi (@narendramodi) September 30, 2019
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટ પાસે બસ અકસ્માતને લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી વિગતો મેળવી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તે માટે જીલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી છે. બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ ખાઈમાં ખાબકતા 21 મુસાફરોના મોત થયા છે. 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો,પોલીસ અને પ્રશાસનની મદદથી બચાવ કામગીરી શરૂ કરાઈ છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અંબાજીના ત્રિસુળીયા ઘાટના રસ્તા પર એક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ છે. જેને પગલે બસમાં સવાર મુસાફરો લક્ઝરી નીચે દટાઈ ગયા છે.Deeply anguished by the loss of lives due to a tragic bus accident in Banaskantha, Gujarat. Have spoken to the state and local authorities, they are doing everything possible to help the people in need.
My deepest condolences. May the injured recover at the earliest. — Amit Shah (@AmitShah) September 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion