શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાંથી કોને નહીં મળે ટિકિટ? પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારી મુદ્દે સી.આર.પાટિલે મોટા સંકેત આપ્યા છે. ભાજપમાંથી વધુ યુવા ચહેરાને તક આપવા માટે 55થી વધુ ઉંમરના કાર્યકર્તાને ટિકિટ ન માંગવાના સંકેત આપ્યાં છે.
ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યા ઉમેદવારને ટિકિટ આપવી તે મુદ્દે ભાજપે કેટલીક સ્પષ્ટતા કરી છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટિલે ટિકિટ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે, 55થી વધુ ઉંમરના ઉમેદવારોએ ટિકિટ ન માંગવી. આ રીતે સી. આર. પાટિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા યુવા ચહેરાને તક આપવાના સંકેત આપ્યાં છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ટાઇમ ટેબલ તૈયાર કરી દેવાયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સાથે AIMIMની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 15 વોર્ડ પર તો ભરૂચમાં ધારાસભ્ય છોટુ વસાવાની BTP પાર્ટી સાથે ગઠબંધનમાં સીટ શેરિંગને ધોરણે ચૂંટણીઓમાં ઝંપલાવશે. આ સાથે પાર્ટીના ચીફ ઓવૈસી પણ અમદાવાદ અને ભરૂચમાં સભાઓ કરશે એવી શક્યતાઓ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement