શોધખોળ કરો

Chaitar Vasava : AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ થયા હાજર, હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટ્યા

Chaitar Vasava Live: નોંધનીય છે કે એક મહિના અગાઉ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૈતર વસાવા ભૂતર્ભમાં ઉતરી ગયા હતા.

Key Events
Chaitar Vasava Live: AAP MLA Chaitar Vasava may appear at police station. Chaitar Vasava : AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ થયા હાજર, હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટ્યા
મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટી પડ્યા હતા

Background

Chaitar Vasava Live: AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર છે. આ કેસમાં હાઇકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી હતી.

નોંધનીય છે કે એક મહિના અગાઉ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૈતર વસાવા ભૂતર્ભમાં ઉતરી ગયા છે. ચૈતર વસાવા વિરુદ્ધના કેસને તેમની પત્નીએ પાયાવિહોણો ગણાવ્યો હતો. ચૈતર વસાવા પર હવામાં ફાયરિંગનો પણ કેસ નોંધાયો છે. ચૈતર વસાવાની પત્ની અને PA પર પણ ગુનો નોંધાયો હતો.

ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.

પોલીસ સ્ટેશનમાં હાજર થતા અગાઉ પહેલા ચૈતર વસાવાએ આવનારા દિવસોમાં મોટા આંદોલનની  જાહેરાત કરી હતી. સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠાવતા હોવાથી હેરાન કરાઇ રહ્યો હોવાનો પણ વસાવાએ આરોપ લગાવ્યો હતો.                

ચૈતર વસાવા હાજર થવાની શક્યતાને લઈને પોલીસ સતર્ક થઇ ગઇ છે. ડેડીયાપાડામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડેડીયાપાડાને જોડતા રસ્તાઓ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ચૈતર વસાવાના જન સંપર્ક કાર્યાલયે પણ સમર્થકો ઉમટ્યા હતા. ચૈતરના કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.

13:05 PM (IST)  •  14 Dec 2023

ચૈતર વસાવાને રાજપીપળા ખાતે લઈ જવામાં આવ્યા

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ચૈતર વસાવાને રાજપીપળા ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે

12:14 PM (IST)  •  14 Dec 2023

AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા

AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ચૈતર વસાવા વનવિભાગના કર્મચારી પર હુમલાના કેસમાં હાજર થયા હતા. પોલીસ સ્ટેશન બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Embed widget