શોધખોળ કરો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધીને 130 થયા, મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો

Gujarat Chandipura virus cases: બાળકો પર આ રોગની અસર વધારે જોવા મળી રહી છે. હાલમાં 38 બાળકો સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે 40 બાળકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

Chandipura virus outbreak Gujarat 2024: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, આજે વધુ 3 શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેના કારણે કુલ શંકાસ્પદ કેસોની સંખ્યા 130 થઈ ગઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 45 કેસો પોઝિટિવ આવ્યા છે, જે ચિંતાનો વિષય છે. વધુમાં, આ રોગથી અત્યાર સુધીમાં 52 દર્દીઓના મૃત્યુ થયા છે, જે આ રોગની ગંભીરતા દર્શાવે છે.

બાળકો પર આ રોગની અસર વધારે જોવા મળી રહી છે. હાલમાં 38 બાળકો સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે 40 બાળકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય દ્વારા તા.૧૮/૦૭/૨૪ ના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.

તા. ૧૯/૦૭/૨૦૨૪ ના રોજ સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર, જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી  હર્ષદ વોરા, અગ્રણી  કનુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ  ૧૩૦ કેસો છે. જે પૈકી સાબરકાંઠા ૧૨, અરવલ્લી  ૦૭, મહીસાગર ૦૨, ખેડા ૦૭, મહેસાણા ૦૭, રાજકોટ ૦૬, સુરેન્દ્રનગર ૦૫, અમદાવાદ કોર્પેરેશન ૧૨, ગાંધીનગર ૦૬, પંચમહાલ ૧૫, જામનગર ૦૬, મોરબી ૦૫, ગાંધીનગર કોપેરેશન ૦૩, છોટાઉદેપુર  ૦૨, દાહોદ ૦૩, વડોદરા ૦૬, નર્મદા ૦૨, બનાસકાંઠા ૦૫, વડોદરા કોર્પેરેશન ૦૨, ભાવનગર ૦૧ દેવભૂમિ દ્વારકા ૦૧, રાજકોટ કોર્પેરેશન ૦૪, કચ્છ ૦૩, સુરત કોર્પોરેશન ૦૨, ભરૂચ ૦૩, અમદાવાદ  ૦૧, જામનગર કોર્પોરેશન ૦૧ તેમજ પોરબંદર ૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.

આ તમામ પૈકી સાબરકાંઠા ૦૬, અરવલ્લી ૦૩, મહીસાગર ૦૧, ખેડા ૦૪, મહેસાણા ૦૪, રાજકોટ ૦૨, સુરેન્દ્રનગર ૦૨, અમદાવાદ કોર્પેરેશન ૦૩, ગાંધીનગર ૦૧, પંચમહાલ ૦૭, જામનગર ૦૧, મોરબી  ૦૧, દાહોદ ૦૨, વડોદરા ૦૧, બનાસકાંઠા ૦૧, દેવભૂમિ દ્વારકા ૦૧, રાજકોટ કોર્પેરેશન ૦૧, કચ્છ ૦૧, સુરત કોર્પોરેશન ૦૧, ભરૂચ ૦૧, તેમજ પોરબંદર ૦૧ જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ ૪૫ કેસ પોઝીટીવ મળેલ છે.

ગુજરાત રાજ્યના ઉપરોક્ત ૧૩૦ કેસો પૈકી સાબરકાંઠા ૦૨, અરવલ્લી ૦૩, મહીસાગર ૦૨, ખેડા ૦૨, મહેસાણા ૦૨, રાજકોટ ૦૪, સુરેન્દ્રનગર ૦૧, અમદાવાદ કોર્પેરેશન ૦૫, ગાંધીનગર ૦૨, પંચમહાલ ૦૬, જામનગર ૦૩, મોરબી ૦૩, ગાંધીનગર કોર્પેરેશન ૦૨, દાહોદ ૦૨, વડોદરા ૦૨, નર્મદા ૦૧, બનાસકાંઠા ૦૩, વડોદરા કોર્પેરેશન ૦૧, દેવભૂમિ દ્વારકા ૦૧, કચ્છ ૦૨, સુરત કોર્પોરેશન ૦૧, ભરૂચ  ૦૧ તેમજ જામનગર કોર્પોરેશન ૦૧ એમ કુલ ૫૨ દર્દીઓ મૃત્યુ પામેલ છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૩૮ દર્દી દાખલ છે તથા 40 દર્દીઓને રજા આપેલ છે.

રાજસ્થાનના કુલ ૦૬ કેસો જેમાં ૦૪ દર્દી દાખલ છે તેમજ ૦૨ દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં  ૦૪ કેસો જેમાં  ૦૩ દર્દી દાખલ છે તેમજ ૦૧ દર્દી મૃત્યુ પામેલ છે. તેમજ મહારાષ્ટ્રનો  ૦૧ કેસ જેમાં  ૦૧ દર્દી દાખલ છે.

આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૪૨,૯૩૪ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.

વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમા વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું.

કુલ ૫,૬૦,૨૪૪ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૧,૨૧,૦૭૬ કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૨૩,૭૧૬ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૩,૪૯૩ શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

કુલ ૨૭,૯૭૬ આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૩,૫૨૪ આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Embed widget