શોધખોળ કરો

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

Chandipura virus cases Gujarat: ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વાલીઓ માટે જાહેર કરી એડવાઈઝરી, જાણો લક્ષણો અને બચાવના ઉપાયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો.
  • ૧ જુલાઈથી ૭ પોઝિટિવ કેસ; ૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા.
  • આરોગ્ય વિભાગ, IMA સક્રિય; સર્વેલન્સ અને જાગૃતિ અભિયાન.
  • સેન્ડફ્લાય દ્વારા ફેલાતો; સ્વચ્છતા જાળવો, લક્ષણો પર ધ્યાન આપો.

Chandipura virus cases Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્યને લગતી એક નવી અને ગંભીર સમસ્યાએ લોકોની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં જીવલેણ 'ચાંદીપુરા વાયરસ'ના કેસોમાં અચાનક ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને નાના બાળકો આ વાયરસનો શિકાર બની રહ્યા હોવાથી આરોગ્ય વિભાગ અને વાલીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. છેલ્લા માત્ર 14 દિવસમાં જ નોંધાયેલા આંકડા પરિસ્થિતિની ગંભીરતા તરફ ઈશારો કરી રહ્યા છે.

આંકડાઓ શું કહે છે?

પ્રાપ્ત વિગતો અનુસાર, 1 જુલાઈથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ 32 જેટલા શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ પૈકી 23 દર્દીઓના રિપોર્ટ આવી ગયા છે, જેમાં 7 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌથી દુઃખદ બાબત એ છે કે અત્યાર સુધીમાં 3 દર્દીઓએ આ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 32 માંથી 20 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે હજુ 9 દર્દીઓના રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે. રાહતની વાત માત્ર એટલી છે કે 2 દર્દીઓ સંપૂર્ણ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તાજેતરમાં જ, અરવલ્લીના મેઘરજ તાલુકાની એક 2 વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ અને IMA હરકતમાં

શંકાસ્પદ કેસો વધતાની સાથે જ રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને દવાનો છંટકાવ (ડસ્ટિંગ) કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, બાળકોને આ ખતરનાક વાયરસથી સુરક્ષિત રાખવા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા પણ એક વિશેષ જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધીને 130 થયા, મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો

વાલીઓ માટે ખાસ અપીલ અને સાવચેતીના પગલાં

આ વાયરસ મુખ્યત્વે 'સેન્ડફ્લાય' (રેતીમાખી) દ્વારા ફેલાતો હોવાથી IMA એ વાલીઓને ખાસ અપીલ કરી છે કે તેઓ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપે.

ઘરની સફાઈ: ઘરની અંદરની ભેજવાળી જગ્યાઓ કે કાચી દિવાલોમાં પડેલી તિરાડોને તાત્કાલિક પૂરી દેવી, જેથી ત્યાં માખીઓનો ઉપદ્રવ ન થાય.

આસપાસની સ્વચ્છતા: ઘરની આસપાસના વિસ્તારોમાં નિયમિત સાફસફાઈ રાખવી અને માખીના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવો.

લક્ષણોની ઓળખ: જો બાળકને અચાનક સખત તાવ આવે, સતત ઉલટીઓ થાય કે બેભાન જેવી સ્થિતિ સર્જાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવું.

આ પણ વાંચોઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 44ના મોત, 54 દર્દી સારવાળ હેઠળ, પંચમહાલમાં સૌથી વધુ 5નાં મોત

Frequently Asked Questions

ચાંદીપુરા વાયરસ શું છે?

આ એક જીવલેણ વાયરસ છે જેના કેસો ગુજરાતમાં વધ્યા છે, ખાસ કરીને નાના બાળકોમાં. તે સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા ઊભી કરી રહ્યો છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેટલા કેસ અને મૃત્યુ નોંધાયા છે?

1 જુલાઈથી અત્યાર સુધીમાં 32 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 7 પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે?

આ વાયરસ મુખ્યત્વે 'સેન્ડફ્લાય' (રેતીમાખી) દ્વારા ફેલાય છે. તેના લક્ષણોમાં અચાનક સખત તાવ, સતત ઉલટી અને બેભાન જેવી સ્થિતિનો સમાવેશ થાય છે.

ચાંદીપુરા વાયરસથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ?

ઘરની ભેજવાળી જગ્યાઓ સાફ કરવી, આસપાસ સ્વચ્છતા રાખવી અને માખીના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવો જોઈએ. લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવી.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget