અષાઢી બીજથી યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે આરતી થશે અને ક્યારે દર્શન થશે
12 જૂનથી ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે.
સોમવારને 12 જુલાઈ એટલે કે અષાઢી બીજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થશે. ઋતુ બદલતા હવે મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારથી અંબાજી ખાતે સવારે 7.30થી 8 વાગ્યે આરતી થશે. તો ભક્તો સવારે 8થી સાડા અગિયાર સુધી દર્શન કરી શકશે. બપોરે 12થી સાડા બાર વાગ્યે રાજભોગ થશે. ત્યારબાદ સાડા બારથી સાંજે સાડા ચાર સુધી દર્શન થઈ શકશે. સાડા ચારથી સાંજના 7 વાગ્યા સુધી મંદિર મંગળ થશે. સાંજે 7થી સાડા સાત વાગ્યે આરતી થશે. ત્યારબાદ ભક્તો રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકશે.
૧૨ / ૭ / ૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે .
- આરતી સવારે - ૭:૩૦ થી ૮:૦૦
- દર્શન સવારે - ૮:૦૦ થી ૧૧:૩૦
- મંદિર મંગળ - ૧૧:૩૦ થી ૧૨:૦૦
- રાજભોગ બપોરે - ૧૨:૦૦ થી ૧૨:૩૦
- દર્શન બપોરે. - ૧૨:૩૦ થી ૧૬:૩૦
- મંદિર મંગળ - ૧૬:૩૦ થી ૧૯:૦૦
- આરતી સાંજે - ૧૯:૦૦ થી ૧૯:૩૦
- દર્શન સાંજે - ૧૯:૩૦ થી ૨૧:૦૦
નોંધનીય છે કે, 12 જૂનથી ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. દોઢ મહિના બાદ મંદિર ભક્તો માટે ખુલ્યું હતું. શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય સવારે સાડા સાતથી 10.45 વાગ્યા સુધી, બપોરે 12.30થી સાંજના 4.15 વાગ્યા સુધી અને સાંજના સાતથી નવ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.
અંબાજીમાં દર્શન માટે આવનારા તમામ યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડની માર્ગદર્શિકાનું પાલન પ્રત્યેક શ્રદ્ધાળુઓએ કરવાનું રહેશે. ચાચરચોકમાં અથવા ગર્ભગૃહની સામે દર્શનાર્થીઓ ઊભા રહી નહિ શકે. દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
શક્તિદ્વારથી તાપમાન ચકાસણી કરાવી, સેનેટાઈઝેશન કરી થર્મલ સ્ક્રિનિંગથી પ્રવેશ મેળવવાનો રહેશે. ટ્રસ્ટ તરફથી સોશલ ડિસ્ટસિંગ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહી શ્રદ્ધાળુઓએ મંદિરમાં કોઈ જગ્યાએ અડવાનું નથી. સાથે જ દંડવત પ્રણામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ ઘટતા 11 જૂનથી કોરોનાના નિયમોને આધિન વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. 11 જૂનથી જ ધાર્મિક સ્થળો, બાગ બગીચા, જીમ અને રેસ્ટોરંટ નિયમોને આધિન ખોલવાની સરકારે મંજૂરી આપી દીધી હતી. જેમાં ધાર્મિક સ્થળો પર પણ કોરોનાની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે.