શોધખોળ કરો
ગુજરાતના કયા જાણીતા મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યારે કેટલા વાગે થઈ શકશે દર્શન?
દર્શનાર્થીઓ માટે મંદિર રાતના 11 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અંબાજીઃ હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ નવરાત્રિનું પર્વ પણ ચાલી રહ્યું છે પણ આ વખતે ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી નથી પરંતુ અંબાજી ખાતે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઈ બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલની સુચના પ્રમાણે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે મંદિર રાતના 11 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતી 7.00 વાગ્યાથી 7.30 અને સાંજની આરતી 6.30 વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in, ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. છેલ્લા બે દિવસથી યાત્રાધામ અંબાજી શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યું હતું. રવિવારે એટલે કે બીજા નોરતે માઈ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. જેને લઇ વહીવટી તંત્ર પણ દ્વિધામાં મુકાયું હતું. ત્યારે નોરતા દરમિયાન વધતી યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઈ માઈ ભક્તો દર્શનથી વંચિત ન રહી જાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરી રાતના 11 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર્શન સમય સવારે 7.30થી 11.45 બપોરે 12.15થી 4.15 સાંજે 7.00 થી 11.00
વધુ વાંચો





















