(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha: વિપુલ ચૌધરીના સમર્થન ચૌધરી સમાજ આવ્યો મેદાને, આજે મહાસંમેલનમાં 20 હજાર લોકો રહેશે હાજર
બનાસકાંઠા: વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ચૌધરી સમાજ દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે
બનાસકાંઠા: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ચૌધરી સમાજ વિપુલ ચૌધરીની ધપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે. આજે ધાનેરાના થાવર ગામે ચૌધરી સમાજનું મહાસમેલન મળવાનું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજના અંદાજે 20 હજાર લોકો હાજર રહેશે. સામરવાડાથી થાવર સુધી ચૌધરી સમાજની વિશાળ બાઇક રેલી પણ યોજાશે.
પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી માટે અર્બુદા સેનાના બેનર હેઠળ આ મહાસમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના ચૌધરી સમાજના લોકો આવે તેવી શકયતા છે. વિશાળ સંમેલનને લઈને તંત્ર અને પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તૈયારી કરવામાં આવી છે.
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ ઈશ્યુ કરાતા રાજકારણ ગરમાયું
દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે એક પછી એક નવી નવી બાબતો સામે આવી રહી છે. નોંધનીય છે કે, વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા છે. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા.
ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા આપેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. 6 ઓક્ટોમ્બરના રોજ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ છે.
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા છે. 23 તારીખ બપોરે 12 કલાક સુધી રિમાન્ડ ઉપર મોકલાયા. સરકારી વકીલ વિજય બારોટ ની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવી. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. નાણાકીય વ્યવહાર તપાસવા રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરવામાં આવી હતી. અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યા છે. દિયોદર અર્બુદા સેનાના દિયોદર બંધનું એલાન આપ્યું છે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી પહોંચ્યા છે. વિપુલ ચૌધરીની તાત્કાલિક છોડી મૂકવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતી કાલે દિયોદર બંધનું એલાન.
બીજી તરફ વિપુલ ચૌધરીને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. ACB ફરીયાદમાં કોર્ટમાં હાજર કરાયા. કોર્ટના પાછળના દરવાજાથી અંદર લાવ્યા. મોટી સંખ્યામાં સમર્થકો કોર્ટ સંકુલ આસપાસ ઉમટી પડ્યા હતા. વિપુલ ચૌધરીની ધરપકડથી મહેસાણા જીલ્લામા રોષની લાગણી ફરી વળી છે. અર્બુદા સેનાના નેજા હેટળ વિસનગરમા નિકળી પ્રચંડ રેલી. વિપુલ ચૌધરી સાથે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ સાથે રખાયુ આવેદનપત્ર. પૂર્વ મંત્રી એવા કિરીટ પટેલે પણ દ્રેષભાવપૂર્ણ કાર્યવાહી માટે કરાઈ માંગ. ચૂંટણી ટાણે જ વિપુલ ચૌઘરીને કેસોમા ફસાવાતો હોવાનો કિરિટ પટેલ પૂર્વ ધારાસભ્યનો આરોપ.
વિપુલ ચૌધરી ધરપકડ મામલે વડગામ અને દાતામાં અર્બુદા સેનાનું વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરીને નહીં છોડાય તો અર્બુદા સેનાનો કોઈપણ પક્ષ સાથે છેડો રહેશે નહીં. દાંતા અને વડગામમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સમર્થકોએ કર્યો સરકારનો વિરોધ. સતત બીજા દિવસે પણ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાના આવેદનપત્ર અને સરકાર સામે વિરોધ. ધાનેરામાં અર્બુદા સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું
ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના અર્બુદા સેનાના યુવાનો રહ્યા હાજર. ભાજપ સરકાર સામે હાય હાય ના નારા લગાવી સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડી મૂકવાના ઉઠી માંગ. ડીસામાં ચૌધરી સમાજ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભાજપ ને ઘરભેગી કરવાની ચીમકી. ડીસા નાયબ કલેક્ટર અને મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરી. સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથકે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેદન પત્ર અપાયા. વિપુલ ચૌધરીની થયેલ અટકાયત મામલે ન્યાયની માગ સાથે અપાયા આવેદન પત્ર. અર્બુદા સેના દ્વારા હિંમતનગર મામલતદારને અપાયું આવેદન પત્ર. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ બહુમારી ભવન પહોંચી કર્યા સુત્રોચ્ચાર. ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.