શોધખોળ કરો

ગુજરાતના ગામડાંઓની સ્વચ્છતા માટે મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય, ગ્રાન્ટ બમણી કરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત સરપંચોના અભિવાદન સમારોહમાં જાહેરાત કરી; પ્રતિ વ્યક્તિ ₹4 ને બદલે હવે ₹8 મળશે.

Bhupendra Patel cleanliness decision: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં જાહેરાત કરી કે, ગામડાંની સાફસફાઈ માટે ગ્રામ પંચાયતોને અપાતી ગ્રાન્ટ હવે બમણી કરવામાં આવશે.

અગાઉ, ગામની સ્વચ્છતા જાળવવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ ₹4 ની ગ્રાન્ટ આપવામાં આવતી હતી. મુખ્યમંત્રીના આ નવા નિર્ણય મુજબ, હવે ગ્રામ પંચાયતોને વ્યક્તિ દીઠ ₹8 ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પંચાયતોને વધુ નાણાકીય સંસાધનો ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ સ્વચ્છતાના સ્તરમાં સુધારો લાવવામાં મદદરૂપ થશે. આ જાહેરાતથી નવનિયુક્ત સરપંચો અને સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે તેમને તેમના ગામડાંને વધુ સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવામાં મદદ મળશે.

નવા સરપંચો અને સભ્યોને મુખ્યમંત્રીની કડક ચેતવણી: "ભ્રષ્ટાચાર કરનારને છોડવામાં નહીં આવે"

ગુજરાતના નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી ભ્રષ્ટાચાર અંગે કડક ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "પૈસા પાછળ પડવા જેવું નથી. અમારી સરકાર 'ઝીરો ટોલરન્સ' પોલિસીથી કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર કરનાર કોઈને છોડવામાં આવ્યા નથી અને છોડવામાં પણ નહીં આવે." તેમણે નવા ચૂંટાયેલા પદાધિકારીઓને કોઈની દોરવણીમાં ન આવવાની સલાહ આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ વિકાસની સત્તા સરપંચોને આપવામાં આવી છે અને વિકાસના કામોમાં સરપંચની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સમરસ પંચાયતો' ના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, આ વખતે યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 761 પંચાયતો સમરસ થઈ છે. સામાજિક સમરસતા માટે સમરસ ગ્રામપંચાયતનો અભિગમ અત્યંત મહત્વનો છે.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષના સુશાસનની સફર અને 12માં વર્ષની શરૂઆતને બિરદાવતા કહ્યું કે, તેમના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી છે અને દેશની 2 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટ કનેક્શનથી જોડાઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગામના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂરતા નાણા ફાળવે છે. આજે પણ ₹1236 કરોડ રૂપિયા પંચાયતોને ફાળવવામાં આવશે. અંતમાં, મુખ્યમંત્રીએ 'આપડું ગામ આપડું ગૌરવ' નો નારો આપતા નવનિયુક્ત પદાધિકારીઓને ગામના વિકાસ માટે કટિબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget