શોધખોળ કરો

ગામડાઓના આવશે અચ્છે દિન! મુખ્યમંત્રીએ ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતો માટે ખજાનો ખોલ્યો, જાણો કેટલી ગ્રાન્ટ ફાળવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'આપણું ગામ આપણું ગૌરવ'ના મંત્ર સાથે સરપંચોને ગામના વિકાસ કાર્યોના પિલ્લર બનવા આહ્વાન કર્યું હતું.

Samaras Gram Panchayat grant: ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી એ ગામડાઓમાં સ્વચ્છતાનું સ્તર સુધારવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક ₹4ની ફાળવણી વધારીને બમણી, એટલે કે ₹8 કરવામાં આવશે. આ નિર્ણયથી ગામડાઓમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળશે અને 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના સંકલ્પને સાકાર કરવામાં મદદ મળશે.

સમરસ ગામોને પ્રોત્સાહન અને વિકાસ ભંડોળ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'આપણું ગામ આપણું ગૌરવ'ના મંત્ર સાથે સરપંચોને ગામના વિકાસ કાર્યોના પિલ્લર બનવા આહ્વાન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્રામ સ્વરાજ્ય અને આત્મનિર્ભરતાના વિઝનની પ્રશંસા કરી હતી, જેણે પંચાયતોને વધુ સત્તા અને ભંડોળ આપીને પંચાયતી રાજને મજબૂત બનાવ્યું છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં રેકોર્ડબ્રેક ૭૬૧ ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. આ સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે કુલ ₹35 કરોડ સીધા લાભ હસ્તાંતરણ (DBT) દ્વારા ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પંચાયત અને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ માટે કુલ ₹1236 કરોડની ગ્રાન્ટ ફાળવણી પણ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.

વિકસિત ગામથી વિકસિત ગુજરાતનો સંકલ્પ

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવનિયુક્ત સરપંચોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ગામનો સર્વાંગી વિકાસ અને ગામમાં લોકશાહી કાર્યપ્રણાલીનું સંરક્ષણ એ દરેક સરપંચની નૈતિક ફરજ છે. તેમણે સરપંચને ગામના મુખ્યમંત્રી ગણાવ્યા અને કહ્યું કે જેમ રાજ્યની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે, તેમ ગામને સમૃદ્ધ બનાવવાની જવાબદારી સરપંચની છે. પાટીલે ગામડાઓમાં સ્વચ્છતા, જલ જીવન મિશન અને જળસંચય અભિયાનને વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના ૬૦ કરોડ નાગરિકો શૌચાલયનો ઉપયોગ કરતા થયા છે અને જલ જીવન મિશન હેઠળ દેશના ૧૫.૬૫ કરોડથી વધુ ઘરોમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે. ૨૦૨૮ સુધીમાં વધુ ૪ કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.

ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'સુવિધા શહેરની અને આત્મા ગામડાનો'ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન, મનરેગા, ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ જેવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણથી ગામડાઓ સુવિધાસભર બન્યા હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચોને અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોષી, પંચાયત વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નવનિર્વાચિત સરપંચો-સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
Embed widget