શોધખોળ કરો

વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો

ગુણવત્તા અને સમયબદ્ધતા પર ભાર, ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડમાં નુકસાન માટે ઈજારદાર જવાબદાર; વોટર લોગિંગના કાયમી નિવારણના સૂચનો.

Gujarat road damage review: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે હાઇવે, ગ્રામીણ અને શહેરી માર્ગોને થયેલા નુકસાન અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. તેમણે તાકીદ કરી છે કે જ્યાં પણ માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરવામાં આવે. વિકાસની ધોરીનસ સમાન માર્ગ નેટવર્કની તત્કાળ મરામત થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો તેમણે આપ્યા.

વરસાદ બંધ થવાની રાહ જોયા વિના કામગીરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોવી જોઈએ નહીં. તેમણે સૂચન કર્યું કે વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય, અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામગીરી ચાલુ જ રહેવી જોઈએ.

તેમણે ગુણવત્તા પર ભાર મૂકતા કહ્યું કે, જે કામોમાં 'ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ' દરમિયાન નુકસાન થયું હોય કે મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સાઓમાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવા પણ તેમણે તાકીદ કરી.

શહેરોમાં વોટર લોગિંગ અને લાંબાગાળાના ઉપાયો

મુખ્યમંત્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ અને વોટર લોગિંગ જેવી સમસ્યાઓ જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહીં, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણ માટેના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ તેમણે પ્રેરક સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રીએ NHAI, માર્ગ-મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી કરવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા-કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જોઈએ. આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24x7 કંટ્રોલ રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધિકારીઓને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો આપ્યા.

વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની પ્રતિબદ્ધતા

મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો-પુલો-હાઇવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં માર્ગ અને મકાન વિભાગે વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

NHAI ના અધિકારીઓએ મુખ્યમંત્રીને માહિતી આપી કે, આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર નાગરિકોના જનજીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ, ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે સંબંધિત વિભાગોને તત્કાળ મરામત કામો હાથ ધરીને લોક અપેક્ષા સંતોષવા સૂચના આપી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Embed widget