(Source: ECI/ABP News/ABP Majha)
નલિયા બાદ રાજ્યનું આ શહેર બન્યું ઠંડુગાર, આગામી 4 દિવસમાં તાપમાનનો પારો ગગડશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
રાજ્યમાં શિયાળીની શરૂઆત થતાંની સાથે જ રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડી નો અહેસાસ થઇ રહ્યો છે. મોડી રાતથી ઠંડીનું વધ્યું જોર વધી રહ્યું છે
રાજ્યમાં શિયાળીની શરૂઆત થતાંની સાથે જ રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડી નો અહેસાસ થઇ રહ્યો છે.
મોડી રાતથી ઠંડીનું વધ્યું જોર વધી રહ્યું છે. ઉત્તર પૂર્વીય તરફથી વહેતા ઠંડા પવનોને કારણે મોટાભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 10 મોટા શહેરમાં તાપમાન 17 ડિગ્રીથી નીચું નોંધાયું છે.
ગાંધીનગ ઠંડુગાર રહ્યું જ્યાં તાપમના પારો ગગડતાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 10.01 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ગુબાલી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ગગડતાં 12.06 ડીગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ ખૂબ જ સૂકું રહેશે. જેના કારણે દરેક જિલ્લાઓમાં 2થી5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો આવશે.
કચ્છમાં નવા વર્ષની સાથેજ કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ફૂલ ગુલાબી ઠંડીની સાથે નલિયાના તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગઇકાલે નલિયાનું તાપમાન 10.01 ડિગ્રી નોંધાયું. કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ શીતલહેર વહેતા ઠંડુ વધી રહી છે.
પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે ધીમે ઠંડી જોર બતાવી રહી છે. સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.
ગુજરાતના કેટલાક શહેરોમાં આકરી ઠંડી પડી રહી છે. ગઈ રાત્રિએ 11 ડિગ્રી સાથે ગાંધીનગર અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ત્યારે અમદાવાદમાં પણ ઠંડીમાં વધારો થયો છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.