શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યના 6 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, આ જિલ્લામાં મૃત કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ફફડાટ
રાજ્યના છ જિલ્લામાં બર્ડ ફ્લુની પુષ્ટી થઈ છે. જૂનાગઢ, વડોદરા, સુરત, વલસાડ અને ડાંગમાં બર્ડફ્લુ નોંધાતા પ્રશાસન સતર્ક થયું છે.
રાજ્યના છ જિલ્લામાં બર્ડ ફ્લુની પુષ્ટી થઈ છે. જૂનાગઢ, વડોદરા, સુરત, વલસાડ અને ડાંગમાં બર્ડફ્લુ નોંધાતા પ્રશાસન સતર્ક થયું છે. અગાઉ નવસારીમાં બર્ડ ફ્લુથી ચાર કાગડાના મૃત્યુ થયા હતા. રાજ્યના 6 જિલ્લામાં હવે બર્ડ ફ્લૂનો પગપેસારો થઈ ચૂક્યો છે.
જૂનાગઢ, વડોદરા, સુરત અને વલસાડ બાદ હવે ડાંગ અને નવસારી જિલ્લામાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. નવસારી જિલ્લામાં બર્ડ ફ્લૂના એક સાથે 4 કેસ નોંધાતા જ ફફડાટ ફેલાઈ ગયો છે. વાંસદા અને ચીખલી તાલુકામાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. 4 દિવસ પહેલાં મૃ્ત 4 કાગડાના સેમ્પલ ભોપાલ મોકલાયા હતા. જેના મોત બર્ડ ફ્લૂથી થયાનું ખુલ્યું છે. ડાંગમાં થોડા દિવસ પહેલાં 10 કાગડાના મૃત્યુ થયા હતા. જેમાંથી ચાર મૃત કાગડાના મોકલવામાં આવેલા સેમ્પલમાંથી એક કાગડાનું મૃત્યુ બર્ડ ફ્લુને લીધે થયુ હોવાનો ખુલાસો થયો છે.
બર્ડ ફ્લુના નોંધાયેલા એક કેસ થી સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ થયુ છે. ડાંગ જિલ્લા કલેક્ટરેએ વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવાની કામગીરી હાથ ધરવાના આદેશ આપી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion