શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસમાં સફાઇ અભિયાન, પક્ષને નુકસાન કરનારા નેતાઓને ઓળખી કાર્યવાહી કરાશે: મુકુલ વાસનિક.

Congress domestic abuse case: ગુજરાત કોંગ્રેસમાં ઘરના ઘાતકીઓને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે અમદાવાદ ખાતે આ અંગે સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન પક્ષના કાર્યકરોને આપેલા દિશાનિર્દેશને ગંભીરતાથી લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે કોંગ્રેસમાં રહીને પક્ષને નુકસાન પહોંચાડનારા નેતાઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહીના સંકેત પણ આપવામાં આવ્યા છે.

મુકુલ વાસનિકે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને મજબૂત કરવા માટે આગામી દિવસોમાં અધિવેશનનું આયોજન કરવામાં આવશે. આ અધિવેશનની તૈયારીઓના ભાગરૂપે તેઓ આજે અમદાવાદ આવ્યા છે અને ગુજરાતના નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે.

તેમણે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ બે દિવસ ગુજરાતના તમામ નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી અને કેટલાક મહત્વપૂર્ણ સંદેશા આપ્યા હતા. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામીઓ અને નબળાઈઓને સ્વીકારી હતી અને પક્ષને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક પગલાં લેવાનો સંકેત આપ્યો હતો.

રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો પક્ષને મજબૂત બનાવવા માટે કેટલાક નેતાઓ સામે કાર્યવાહી કરવી પડે, તો તે પણ કરવામાં આવશે અને જરૂર પડે તો 10 થી 15 લોકોને પક્ષમાંથી કાઢી મૂકવામાં પણ ખચકાટ નહીં થાય. રાહુલ ગાંધીના આ કડક વલણ બાદ ગુજરાત કોંગ્રેસમાં નવસર્જનના પ્રયાસો તેજ થયા છે અને પક્ષને નુકસાન કરતા નેતાઓને ઓળખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સતત કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરી રહી છે અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા નેતાઓને પણ ભાજપમાં ભેળવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ તમામ બાબતો પર પણ આગામી અધિવેશનમાં ચર્ચા કરવામાં આવશે અને 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

મુકુલ વાસનિકે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસને કયા રસ્તા પર અને કેવી રીતે ચાલવું છે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે અને પક્ષને મજબૂત કરવા માટે જે પણ કરવું જરૂરી હશે તે કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget