શોધખોળ કરો

Chorwad Election Result: કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને લાગ્યો મોટો ઝટકો, ચોરવાડમાં બીજેપીની સત્તા નક્કી

Chorwad Election Result: રાજ્યમાં સ્થાનિક ચૂંટણીના પરિણામોને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. આજે સવારથી જ પરિણામમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.

Chorwad Election Result: રાજ્યમાં સ્થાનિક ચૂંટણીના પરિણામોને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. આજે સવારથી જ પરિણામમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પોતાના જ વિસ્તારમાં મોટો ઝટકો લાગ્યો છે. ચોરવાડમાં વિમલ ચૂડાસમાનો  પરાજય થયો છે. ચોરવાડના વોર્ડ નંબર-3માં વિમલ ચુડાસમાનો પરાજય થયો છે.

ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડમાં પરાજય થતા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. ચોરવાડના વોર્ડ નંબર-3માં બીજેપીના ઉમેદવારની જીત થઈ છે. ચોરવાડ વોર્ડ નંબર-3માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેનાથી હવે ચોરવાડ નપામાં ભાજપની સત્તા નક્કી છે.

આ શહેરના વોર્ડ પર નંબર 1માં ભાજપ અને કોંગ્રેસ પર ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે.  સવારથી જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. જો કે, કેટલાક પરિણામો ચોંકાવનારા પણ છે. આવું જ ચોંકાવનારુ પરિણામ આવ્યુ છે ધરમપુર ખાતે. ધરમપુર ખાતે વોર્ડ નંબર-1માં ચારેય અપક્ષ ઉમેદવાર જીત્યા છે. આમ આ અપક્ષ ઉમેદવારો બીજેપી અને કોંગ્રેસ પર ભારે પડ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. આજે સવારે 9 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. જેમાં અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઈ છે. જોકે, આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. .

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાઈ હતી. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં હતા.

નોંધનિય છે કે, 66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. તો બીજી તરફ નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.

આ પણ વાંચો....

સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા નગરપાલિકાની 4 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Embed widget