શોધખોળ કરો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા નગરપાલિકાની 4 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય

સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામ આમ આદમી પાર્ટી માટે એક આશાનું કિરણ લઇને આવ્યું છે. અહીં સલાયા નગર પાલિકાની 4 બેઠક પર આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોએ વિજય હાંસિલ કર્યુો છે.

Local body Result 2025: આમ આદમી પાર્ટીનો દિલ્લીમાં પરાજય થયા બાદ એક આ પાર્ટી માટે સારા સમાચાર છેે. સલાયા  નગરપાલિકાની ચારેય બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજય મેળવ્યો છે, સલાયા  નગરપાલિકામાં AAPના 4 ઉમેદવારનો વિજય  થયો છે. સલાયા  નપામાં વોર્ડ-1માં AAPના 4 ઉમેદવારનો વિજય થયો છે. ખેડા વોર્ડ નંબર-1માં ભાજપનો 1, SP-1, BSP-1 અને 1 અપક્ષના ફાળે જાય છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં કોંગ્રેસના 1 અને અન્યના 3 ઉમેદવાર જીત્યા છે. ઉલ્લેખનિય છે કે, દિલ્લીમાં માત્ર 22 સીટથી સમેટાઇ ગયેલી આમ આદમી પાર્ટી માટે આ એખ એક સારા સમાચાર છે. 

ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું આજે પરિણામ આવી રહ્યું છે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ પર તમામની નજર છે. આજે બપોર સુધીમાં પાંચ હજારથી વધુ ઉમેદવારોમાંથી કોણ વિજય પતાકા લહેરાવશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ચાર નગરપાલિકામાં પહેલાજ ભાજપની જીત
4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી. જેથી આજના મતદાનથી વિપક્ષ કોણ એટલું જ નક્કી થવાનું બાકી હતું.

મનપા અને પાલિકા કરતાં તાલુકા પંચાયતમાં વધુ મતદાન
કુલ 68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું હતુ. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું હતું. જોકે આ મતદાનમાં શહેર કરતાં ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ વધારો દેખાયો હતો. મનપા અને પાલિકા કરતાં તાલુકા પંચાયતમાં વધુ મતદાન થયું હતુ. 

પાંચ હજારથી ઉમેદવારો મેદાનમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
Embed widget