શોધખોળ કરો
Advertisement
કૃષિ કાયદાને લઈ રાજીવ સાતવે સરકાર પર શું કર્યા આકરા પ્રહાર ? જાણો
રાજ્ય કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે કેટલાક રાજકીય પક્ષોને કૃષિ કાયદાની હજુ પુરી સમજણ જ નથી એટલા માટે જ કેટલાક રાજકીય પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
અમદાવાદ: કૃષિ કાયદાને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કૃષિ કાયદાને લઈને ભાજપ અને કૉંગ્રેસે સામસામે પ્રહારો કર્યા છે. રાજ્ય કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે કેટલાક રાજકીય પક્ષોને કૃષિ કાયદાની હજુ પુરી સમજણ જ નથી એટલા માટે જ કેટલાક રાજકીય પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજીવ સાતવે કહ્યું આંદોલનમાં ખેડૂતોને કૉંગ્રેસનું સમર્થન છે. કેંદ્ર સરકારે ત્રણ કાળા કાયદાઓ બનાવ્યા જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
કૃષિ કાયદાને લઈને રાજીવ સાતવે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાતવે ત્રણેય કાયદાને કાળા કાયદા ગણાવ્યા હતા. ખેડૂતો રસ્તા પર આવે ત્યારે બધાએ ઘરે જવુ પડે છે તેવુ નિવેદન રાજીવ સાતવે આપ્યું છે.
ખેડૂતોનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. સરકાર સાથે ચાલતી વાતચીત વચ્ચે ભારતીય કિસાન સંઘે 8મી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવાની સાથે ચિમકી આપી કે, આઠમી ડિસેમ્બરે દિલ્લી તરફના તમામ રસ્તાઓ બંધ કરાશે. તો આજે સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક યોજાવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion