Salangpur controversy: આગામી 2 દિવસ બાદ મંદિરના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાશે: કોઠારી સ્વામી
સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે
![Salangpur controversy: આગામી 2 દિવસ બાદ મંદિરના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાશે: કોઠારી સ્વામી Controversial murals will be removed from the temple after next 2 days said Kothari Swami Salangpur controversy: આગામી 2 દિવસ બાદ મંદિરના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાશે: કોઠારી સ્વામી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/a66587243eed70226d8fee8917c563eb169372865013081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salangpur controversy: છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા વિવાદનુ સુખદ સમાધાન થયું હોય તેવું લાગી રહ્યું છે. મંદિર પ્રતિનિધિ અને સંતોની બેઠકમાં મંદિર પ્રશાસન તરફથી વિવાદિત ભીંત ચિત્રોને હટવાવા માટેની બાંહેઘરી આપવામાં આવી છે.
સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.ઉલ્લેખનિય છે કે ભીંતચિત્રોના વિવાદને લઇને આજે સાધુ સંતો અને મંદિરના પ્રતિનિધિની બેઠક મળી હતી. બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ ભીંત ચિત્રો હટાવવા માટે 2 દિવસનો સમય માગ્યો હતો. બે દિવમાં ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે. ઉપરાંત તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ફરીથી આવી ઘટના નહિ બને. મંદિર પ્રતિનિધિ મંડળે ટૂંક સમયમાં જ આ મુદ્દે નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.
શું છે સમગ્ર મામલો
સાળંગપુર હનુમાનજીના પ્રસિદ્ધ મંદિરમાં હનુમાનજીના અપમાનના કારણે સતત વિરોધ અને વિવાદનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં સર્જાયું છે. સમગ્ર મામલો વિશે વાત કરીએ તો મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાં આવેલી મ્યૂરલમાં હનુમાનજી નીલકંઠવર્ણીને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. જેનો વિરોધ અનેક સાધુ સંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે,સાળંગપુર હનુમાન મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત છે. અહીં નીલકંઠવર્ણી સ્વામીજીને હનુમાનજીને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. આ શિલ્પ ચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે. સાધુ સંતોએ વિરોધ કરતા મત રજૂ કર્યો છે કે,. હનુમાનજી માત્ર રામના જ ભક્ત હતા અને તે એક જાગૃત દેવતા છે તો તેમને સંહજાનંદ સ્વામીને પ્રણામ કરતા દર્શાવવા એ હનુમાનજીનું અપમાન છે. આ મુદ્દે સતત વિરોધ થઇ રહ્યો છે. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોને કારણે કેટલાક હિંદુ સાધુ-સંતો નારાજ છે. આ સાધુ-સંતોએ શરૂ કરેલા વિરોધના સૂરમાં વિશ્વ હિંદુ પરિષદે પણ સૂર પૂરાવ્યો છે.
જાણીતા કથાકાર મારોરિબાપુએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. મોરારિબાપુએ આ કૃત્ય વિશે નિંદા કરતા જણાવ્યું કે આ હિન ધર્મ છે. હવે સમગ્ર રાજ્યના સાધુ સંતો બ્રહ્મ સમાજ સહિતના કેટલાક સંગઠન સ્વામીનારાયણ સંપ્રદાયના શિલ્પ ચિત્રોનો વિરોધ કરી રહ્યાં છે અને તેમને તાત્કિલક હટાવવા માટે અનુરોધ કર્યો છે. આટલું જ નહી જો આ શિલ્પ ચિત્રો હટાવવમાં નહી આવે તો આંદોલનની પણ વાત કરવામાં આવી છે.
જો કે આ મુદ્દે આજે અમદાવાદમા સાધુ સંતોની બેઠક મળી હતી ત્યાર બાદ મંદિર પ્રશાસન અને સાધુ સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં 2 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા કોઠારી સ્વામીએ બાંહેઘધરી આપી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)